હું તમને મારો એક અનુભવ જણાવું કદાચ તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું , જમીન નો કેટલો મોટો રોલ છે આપણી ખેતી માં તે સમજાશે ,
તમારી બાપદાદા એ દીધેલી બળુકી જમીનનો તમને ગર્વ હોય પણ એક દિવસ પાન ના ગલ્લે તમે ગામનો કહેવાતો હુંશિયાર ફાકે ચડ્યો હોઈ ને બધાને વાત મનાવી દે કે જમીનમાં ટાશ નાખવાથી જમીન સુધરે , તમે માની લીધુંને તમે જેસીબી વાળાને કહી પણ દીધું , આઘેની ધારે થી જ્યાં નિંદામણ પણ ઉગતું નથી ત્યાંથી ક્યારે ટ્રેક્ટર વાળો ખેતરમાં ઢગલા કરી ગયો એ તમને ઓહાણ ના રહ્યું ને તમને પહેલા વર્ષે ફાયદો દેખાણો પણ બીજા વરસથી બહારની માટી સાથે દાનમાં આવેલો સોડિયમ અને કેલ્શિયમ તમારી મરચી ને શું કરે તે હવે તમે બરાબર ધ્યાનથી વાંચો ,
ટાશ ભેગું આવેલ ખારાશ ધરાવતું સોડિયમ કેટાયન, પોટેશિયમ કેટાયનને મરચીના મૂળને લેવા નહિ દે, ભલે ને તમે પોટેશિયમ નું સારામાં સારું ખાતર નાખ્યું !
ક્લોરાઇડ ની હાજરી હશે તો નાઇટ્રેટ પણ અપ ટેક નહિ થાયને છોડ નબળા રહેશે ,
ભલે ને તમે પાડોશી જેટ્લુજ ખાતર નાખ્યું ,
તમે જ કહો આમાં કોનો વાંક ???
તમારે જમીન ચકાસણી કરાવીને જમીન સુધારણા કરવી પડે , ઝીંક વાપરવું , કેલ્શિયમ નાઇટ્રેટ નો પ્રયોગ કરવો ,
જોયું આપડે કેટલીયે ભૂલો કરીયે ને પછી વાંક બીજાનો કાઢતા હોઈએ છીએ જે આપણાને સૌથી વધુ આવડે છે,
આપણે દવાઓ પણ વેપારી આપે તે ગાંધારી ની જેમ આંખે પાટા બાંધીને લાવીએ અને બિન પ્રમાણ સાથે ભાગીયા પાસે છંટાવીએ અને છોડ ને દાઝ લાગે છે કે નહિ ? વિપરીત અસર ? અને કારણ ? આપણો કોઈ અભ્યાશ જ નહિ ને !!! બોલો શું કહેવું છે ?
0 comments