મરચીના ૫૦ મણ ખોખા કરવા એટલે હકીકતે શું ? ફર્ટીગેશન - ૨તમારો પ્રશ્ન ઘણો વિચાર માગી લે તેવો છે. આવો પ્રશ્ન જેને થાય તેને જ ૫૦ મન વીઘે ખોખા જરૂર થાય. કારણ કે આ તમારો સંકલ્પ બતાવે છે. ક્યા જવું છે તે ખબર હોય તો પછી મંજીલે પહોંચવું સહેલું બને. 

મરચીની ખેતીમાં ૫૦ મણ  ખોખા કરવા એટલે પહેલો વિચાર એ કરવાનો છે કે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચા ને જયારે  સનડ્રાય એટલે કે સૂર્ય પ્રકાશમાં સૂકવવા મોકલું ત્યારે ૧ કિલો કણે  ચડેલા લાલ ચટક મરચા સુકાય ત્યારે કેટલા થાય ? 


હા, હા, હું તમને એજ પૂછું છું કે એક કિલો મરચા ઘટીને કેટલા થાય ? 

હવે જો ખબર જ નથી કે કેટલી ઘટ થાય ? તો ક્યા જવું  છે ઈ જ ખબર નથી એમ કહીએ તો ચાલે ? 

બોલો આવી કસરત કોઈ દી કરી છે ? ભલું થયું તમે મોબાઈલમાં આ બ્લોગ વાંચો છો. 

તો નોધો કે મરચાની અંદર રહેલો ભેજ અંદાજે ૮૮ ટકા ઘટ થાય છે એટલે કે તમારે ૫૦ મણ ખોખા -સુકા મરચા કરવા હોય તો તમારે કણે ચડેલા લાલ ચટક અંદાજે ૨૨૭ મણ મરચા સૂકવો ત્યારે ૫૦ મણ સુકા મરચા થાય. 

હવે આ ૨૨૭ મણ મરચાનું ઉત્પાદન લેવા એટલે કે વજન વધે તે માટે કયું કયું ખાતર ક્યારે અને કેટલું આપવું તેનું પ્રો ફર્ટીગેશન અથવા તો ન્યુટ્રીગેશન કેમ કરવું તેનો અભ્યાસ કરો તો ફાવશે. 

કોને ફેર્ટીગેસન વિશે ખબર છે ? 

0 comments