કાળી ડાંડલી થઈને અમુક ડાળી સુકાય ગઈ આ રોગ આવવાનું કારણ શું ? આ રોગનું નામ શું ?


cHILLIES/cAPSIcUM


આ એક ફૂગથી થતો સીનોફોરા બ્લાઈટ નામનો રોગ છે. આ ફૂગ એમનામ કોઈ લીલા છોડને લાગતો નથી. પરુંતુ તમારા છોડમાં જો ઘાવ પડ્યો હોય, કોઈ ડાળી હાલતા ચાલતા કે મજુરોના પગથી ભાંગી ગઈ હોય અથવા એક બે દિવસમાં તમે મરચા ઉતાર્યા હોય અને છોડમાં તોડાઈ ને લીધે ડીટીયું તોડ્યું ત્યાં ઘાવ થયો હોય , અથવા તો ખેત ઓજાર ચલાવતી વખતે ડાલી તૂટી હોઈ તો ત્યાંથી આ ફૂગ ખાસ કરીને ચોમાસામાં પ્રવેશ કરે છે.

એટલે એમ નથી કે મરચા ઉતારવા નહિ, પરંતુ ક્યારે ના ઉતારવા તે સમજી લ્યો જો તેવા સમયે રાત ઠંડી હોય દિવસ ગરમ હોય રાત્રે ઝાકળ આવી હોય અને બીજા દિવસે સખ્ત તાપ પડે તો આ ફૂગ મરચીના છોડના ઘાવ કે ઇઝા થઇ છે ત્યાંથી પ્રવેશ કરી આ રોગ લાવે છે. ટૂંકમાં આ રોગ માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું વાતાવરણ જવાબદાર છે. 


0 comments