ફાયટોપ્થોરા બ્લાઈટ : ફાલ આવે તે પહેલાં મારે શું કરવું જરૂરી હતું ?


મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય આપણા વિસ્તાર માં ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે

ફાયટોપથોરા બ્લાઈટશું છે તે બરાબર સમજો :

મરચીના પાકમાં જોવા મળતો આ રોગ સૌથી નુકશાનકારક રોગ છે જેને ફાયટોપ્થોરા બ્લાઈટ કહે છે ફાયટોપથોરા બ્લાઈટ એટલે સુકારો જે ફાયટોપથોરા ફૂગના લીધે થાય છે.

ઉપદ્રવિત છોડના મૂળ, થડ, પાન, ફળ ઉપર કાળો ડાઘ પડે છે, છોડ ઉભો સુકાય છે, પાંદડા પર પહેલા ડાર્ક ગ્રીન ડાઘ પડે છે પછી તે મોટા થાય છે. ફળ ઉપર ઘાટા ડાઘ પડે, પાણી પોચા થાય, સફેદ ફૂગના સ્પોર જોવા મળે,

પાન ખરી પડે છે. પાણી જે તરફ વહેતું હોય તે તરફ રોગ આગળ વધતો દેખાઈ છે.

શું કરવું જરૂરી હતું ?

ચોમાસા ના વાતાવરણ માં સતત ભેજ હોય, પાણી ભરાય રહેતું હોય, બાજુના ખેતરમાં રોગ હોય અને વરસાદનું પાણી ત્યાંથી તમારા ખેતરમાં આવે તો તમારા ખેતરમાં પણ ભવિષ્યમાં રોગ આવે છે....

૨૪ સેન્ટીગ્રેડ થી ૩૩ સેન્ટીગ્રેડ વાળા હવામાનમાં આ રોગ વધુ ફેલાય, તમે ગૂગલ વેધર રોજ જોતા રહેજો , થર્મોમીટર તો તમે વસાવ્યું ?

તમારા ચંપલ અને ખેતીના સાધનો સાથે આ રોગના જીવાણું ચોટીને પણ તમારા ખેતરમાં આ રોગ આગળ વધી શકે.

દવાનું ડ્રેન્ચિંગ કરો.આ વખતના વધુ વરસાદ માં તમારા ખેતરમાં પાણી ભરાય રહ્યું હોય તો તમારે તો ખાસ કરવું પડશે , પાણી પહેલા પાળ બાંધજો
જો તમારા ખેતર માં આ રોગ લાગતોજ હોઈ તો 3-4 વર્ષ આ જમીન માં શાકભાજી કે મરચી કરવી જોઈએ નહિ

ફળ આવે તે પહેલા દવા નું ડ્રેનચિંગ કરવાની તૈયારી રાખજો, મોડું નહિ ચાલે





ડ્રેન્ચિંગ પણ અને છંટકાવ પણ બંને કરવો પડશે

એલીએટ ૩૫ ગ્રામ/પંપ અથવા
પ્રોફીલર ૩૫ ગ્રામ / પંપ અથવા
મેલોડી ડુઓ ૫૦ ગ્રામ / પંપ અથવા
ઇન્વેકશન પ્રો ૨૫ ગ્રામ /પંપ





આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 

0 comments