વરસાદ પછીની માવજત - ૨૪ - મરચીમાં પાનના ટપકા અને દેડકાની આંખ જેવા ટપકા આ બંને રોગમાં શું ફેર ?
ખુબ જ સારો પ્રશ્ન, તમારો પ્રશ્ન પરથી લાગે છે કે તમે મરચીની સારી ખેતી કરતા હશો.
દેડકાની આંખ જેવા મોટા ટપકા પાન પર પડે તેને ફ્રોગ આઈ સ્પોટ અથવા સરકોસ્પોરા લીફ સ્પોટ કહે છે.જે ફૂગ થી થતો રોગ છે આપણે મગફળીમાં ટીક્કા કેમ પડે તેવી રીતનું આમાં થાય છે. ઓગષ્ટ- સપ્ટેમ્બરમાં અને ઓકટોબરમાં આનો ઉપદ્રવ હોય,
પાનના ટપકા બેક્ટેરીયલ લીફ સ્પોટમાં અનિયમિત આકારના ટપકા પડે રોગ બેક્ટેરિયા થી થાય આ હવે વાત છે બંનેને ઓળખવા કેમ ?
બેક્ટેરીયલ સ્પોટમાં પાન પોત મેળે ખરે
જયારે સરકોસ્પોરા માં તમે અડો તો ખરે
એટલે છોડ પાસેથી નીકળો અને અડો તો ખરે.
0 comments