મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.
દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે
આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.
પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,
કારણ શું છે ? ઉપાય શું છે ?
અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો
અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો
સર્કોસ્પોરા પાન ના ટપક અથવા
ફ્રોગ આઈ પાનના ટપકા માટે ફુગનાશક જોઈએ કારણ કે આ ફૂગ થી થતો રોગ છે
બજારમાં મળતી દવા
નેટીવો (ટ્રાફ્લોક્ષોસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
સ્કોર (ડાયફેન્કોઝોલ) ૧૫ મિલી / પંપ અથવા
પોલીરામ (મેટીરામ) ૩૦ ગ્રામ / પંપ અથવા
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/ પંપ અથવા
કવચ (ક્લોરોથેનોલીન) ૨૫ મિલી/ પંપ નો અથવા
ઝાઈનેબ અથવા કોપર અથવા બેનોમિલ માંથી કોઈ પણ એક દવા નો પણ ઉપયોગ કરી શકો