આપણે ખેડૂત છીએ, આપણે પાક ઉત્પાદન લેવું છે, તેથી આપણો પાક મરચી હોય કે કપાસ, મગફળી હોય કે ટામેટી રોગ-જીવાતનું નિયંત્રણ કરવું પડે.
પાક નું સતત રોજ રોજ અવલોકન કરીયે તો જયારે જીવાત દેખાય ત્યારે દવા છાંટવાની હોય તો જીવાત ના નુકશાન માંથી બચાવી શકાય
પણ રોગમાં એવું નથી. રોગ દેખાય ત્યારે છાંટો તો ઘણું મોડું થઈ ગયું હોય.સમજાય છે
રોગ કેવા સંજોગો, સમય, હવામાનમાં આવે તેનું જ્ઞાન મેળવી અવલોકન અને ધ્યાન રાખતા રાખતા તેમાં પાક સંરક્ષણ કરવાનું હોય. આ વાત ગાંઠે બાંધી રાખજો

આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ
મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો

પ્રશ્ન શું છે ?
કારણ શું છે ?
ઉપાય શું છે ? અને
હું શું કરી શકું ?
આ ચાર સવાલના જવાબ જે ખેડૂત ને મળી ગયા તે મરચીની ખેતીમાં સફળ
આવા ખેડૂત રૂપિયા કમાય બાકીના જોઈ રહે
આજનો પ્રશ્ન
મરચીની ખેતીમાં રોગ આવવાના કારણો અને પરિબળો ક્યાં છે ?
રોગ આવવામાં મદદ કરતા પરિબળો
જેવા કે
ગરમી
દુષ્કાળ -સુકો
પોષણ ની ખામી કે ખાતરની વિપરીત અસરો -દાહક અસરો
કેમિકલ INJURY, ખોટી દવાનો છંટકાવ
મીકેનીકલ INJURY, ખેત ઓજાર કે મજૂરો દ્વારા કે પશુ દ્વારા છોડને નુકશાન
POOR DRAINAGE- પાણી નો ભરાવો-વધુ પડતો સતત ભેજ
જમીનનો અને પાણીનો પી.એચ વધારે કે ઓછો
આસપાસના વાતાવરણ નું પ્રદુષણ
હિમ પડવો-લીવીંગ BIOTIC
પરજીવી નિંદામણ કે છોડ ઉગી નીકળવા વગેરે
આટલું ધ્યાન રાખો તો મણિકા થાય
|
|
|
જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે. તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે. એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ એટલે કે છોડ ઉપર અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
- વધુ પડતી ઠંડી
- જમીનની ખારાશ
- અપૂરતું પિયત
- વધુ પડતી ગરમી
- કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
- માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ લાગવો
જૈવિક દબાણમાં
- જીવંત રોગકારકો જેવા કે
- ફૂગ
- વાયરસ
- બેક્ટેરિયા
- નીમેટોડ
- જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી. છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.
મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા એસ્કોફાઇલમ નોટોડ્સ આધારિત સિમ્પ્લેક્સ કે જે કેનેડાની કંપનીનું એકેડિયા સિમ્પ્લેક્સ , ગોલ્ડ સ્ટાર અથવા સોલી ગ્રો ના નામે આવે છે તેનો ઉપયોગ કરવો અથવા પી એસ એપી નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825228866
|
|
|

Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.












Photo courtesy : google Image