આપણે કેમિકલ ઇન્જુરી ના બહુ મોટા નુકશાન ને સમજી રહ્યા છીએ
બે ખોટી દવા ગાંધારીની જેમ આખે પાટા બાંધીને લાવવી અને છાંટવી ( સમજાયું) અથવા તો બે સાચી દવા કે જેનું પમ્પ માં મિશ્રણના કરાય તેવી બંને દવાને મિક્સ કરીને છાંટવાથી અથવા પ્રમાણ ના જાળવવા થી ઘણી વાર મરચીના પાંદડામાં ખુબ મોટું નુકશાન થાય છે જે આપણ ને ધ્યાનમાં આવતું નથી અને છોડ તેમાંથી બહાર નીકળતા સમય લે એટલે મરચીનો વિકાસ અટકેને આપણેને એમ થાય કે મરચી કેમ વધતી નથી ? આ નુકશાનને કેમિકલ ઇન્જુરી કહેવાય એટલે કે રસાયણના ઘાવ
મરચી માં કોપર હાઇડ્રોક્સાઇડ એક જરૂરિયાત વાળું કેમિકલ છે પણ તેની સાથે કઈ દવા નું મિશ્રણ ના કરાય તે નોંધો
આજે આપણે કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ દવા ભળતી નથી તેની નોંધ કરો
મેન્કોઝેબ
ફૉસટાઇલ એલ્યૂમીનમ
મેટાલેક્સિલ
થયોફીનેટ મિથાઇલ
માઈક્રોનાઇઝડ સલ્ફર
ટેબુકોનાઝોલ
થાયરમ
લ્યુફેનયુરોન
પ્રોફેનોફોસ
થાયોડીકાર્બ
હુંમિક એસિડ
અને અન્ય
દવા લેવા જાવ ત્યારે આ જ્ઞાન તમારા ડીલર પાસે ના હોઈ તો તમારી પાસે તો હોવું જોઈએ ને ? કારણ મરચી તો તમારી છે ને તો પછી કાળજી તમારી હોવી જોઈએ ? વિચારજો
ગોંડલ વિસ્તારના ખેડૂતો મરચીની ખેતીમાં મહેનત બહુ કરે છે પરંતુ મરચીના ઉત્પાદનમાં પાછળ રહે છે ? શું કારણ ?
1 - મરચીની ખેતી માટે બીજનું બહુ મોટું મહત્વ છે , ખેડૂતો મરચીનું બીજ દેખાદેખીમાં ખરીદે છે , નીવડેલું અને સારી કંપનીનું બીજ ખરીદવું જોઈએ , તમારે લીલા , અથાણીયા લાલ કે પાવડર શું જોઈએ છે તેના આધારે સારું બીજ પસંદ કરો
2- મરચીની ખેતીમાં મૂળ પ્રદેશમાં જેમ નિતાર સારો તેમ મરચીની ખેતી સારી થાય એટલે ગોંડલના ખેડૂતો સપાટ ક્યારામાં ખેતી કરે છે તેના બદલે મરચીની ખેતી પાળા , મ્લચીંગ અને ટેકો આપવા સ્ટેકીંગ સાથે ટપક પદ્ધતિમાં મરચીની ખેતી કરવાનું સુધારવું પડશે .
3- મરચીની ખેતીમાં છોડ મોટા થઇ જાય પછી પાળા ચડાવવા થી ફાઇટોપથોરા સુકારો આવવાની શકયતા વધી જાય છે તેથી પાછળથી પાળા ચડાવવાનું બંધ કરવું પડશે .પાળા ઉપર ખેતી કરવામાં આવે તો ફાયટોપ્થોરા બ્લાઈટ ઓછો આવશે .
4- ગોંડલના ખેડૂતો મહેનતુ ઘણા પણ માહિતીના અભાવે બધો આધાર વેપારી ઉપર રાખીને ખેતી કરે છે તેને બદલે ખેડૂતોએ પોતાના વિસ્તારનું હવામાન-વાતાવરણ જોઇને વૈજ્ઞાનિક માહિતી જાણી પોતે જાણકાર બનીને ખેતી કરવી પડશે .
ખેતીમા આપણા કાબુમાં શું છે? આપણા કાબુમાં છે કે પાકની અવસ્થા મુજબ શું કરવું અને શું આપવું તેનું સતત રોજ ધ્યાન આપવું,
ભાવ આપણા હાથમાં નથી પણ ઉત્પાદન વધારવું આપણા હાથમાં છે .
દા ત દુનિયાના કોઈપણ પાક ધાર્યું ઉત્પાદન મેળવવા કેટલું ખાતર તત્વોના રૂપમાં ખાતર જમીનમાંથી કેટલું ઉપાડે તેને ક્રોપ રિમૂવલ ડેટા કહેવાય ,
તમારી જમીન ની ફળદ્રુપતા અને નકામાં તત્વોની હાજરીની માહિતીના આધારે તેમાં વધઘટ કરીને તમારા પાકનો ફેર્ટીગેશન પ્રોગ્રામ બની શકે , જો તમારે ડ્રિપ થી પાણી અપાતું હોઈ તો !
તો તો આપણને ઉત્પાદનની ચાવી મળી ગઈ. જો મારે ૧૦ ટન ઉત્પાદન લેવું હોય તો ક્રોપ રિમૂવલ આંકડાને દસ ગુણીને પાક અવસ્થા પ્રમાણે જરૂરી પોષક તત્વો આપવાના આનું નામ ધાર્યું ઉત્પાદન લેવાની એક ચાવી. ના સાવ એટલું સહેલું નથી એગ્રોનોમીસ્ટ ની મદદ લેવી પડે ભલેને ઈ એકર દીઠ ફી લે
આવી તો મરચાની ખેતી માં ઘણી ચાવી છે બધી મળી જાય તો !!
પણ
આપણને ચાવી ક્યાં જોઈએ છે ?
શું તમે આવતા વર્ષ માટે ચીલી કી પાઠશાલા સેમિનાર કર્યો ? ના , તો જોડાવા માટે 9825229966 ઉપર વોટ્સએપ કરો
વાંચતા રહો ટેલિગ્રામ ની પ્રખ્યાત ચેનલ ખેતરની વાત બીજાને જોડવાનું ભૂલતા નહિ
આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે.
દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે
આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે.
પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,
કારણ શું છે ? ઉપાય શું છે ?
અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો
અથવા આજ ની ખેતી નો પ્રવીણભાઈ નો બ્લોગ નિયમિત વાંચો ને વંચાવો

રોગકારક :
આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .
ભૂકીછારો થવાનું કારણ :
ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.
ભૂકીછારો ક્યારે આવે ?
શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.
બઝારમાં મળતી નવી દવાઓ :
નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા
કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા
એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા
અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ
અથવા
ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.