મરચીમાં ફાલ ખરવાના વિવિધ કયા કયા કારણો હોય છે ?



ફાલ ન લાગવાનું મુખ્ય કારણ તો તાપમાન છે,

પહેલું કારણ : રાત્રીનું મિનિમમ તાપમાને ૨૮ થી ૩૦° ગ્રે. થી ઊંચું હોય તો ફાલ લાગતો નથી. તાપમાન નીચો જતા આપો આપ ફાલ લાગવાનું ચાલુ થઈ શકે.

બીજું કારણ : ઈયળ હોય અને ફૂલને નુકસાન કરતી હોય.

ત્રીજુ કારણ : ફાલ લાગેલો છે. ફળો ઉતરતા નથી. નવા ફૂલ ખરી જાય છે. પોષણ ઓછું હોય તો પહેલા જુના ફળોને મળે છે.

ચોથું કારણ : સતત વરસાદ છે બેક્ટેરિયાનો રોગ લાગ્યો છે તો પણ ફાલ ખરણ થઈ શકે.

પાંચમું કારણ :પાણીની ખેંચ અથવા વધુ પડતું પાણીનો સ્ટ્રેસ.

છઠ્ઠું કારણ : વાઇરસ હોય .

સાતમુ કારણ : સતત વાદળછાયું વાતાવરણ સૂર્ય પ્રકાશની ગેરહાજરી નવા ફૂલ ખરી પડશે
આમ વિવિધ કારણો છે પરંતુ મહત્વનું કારણ તાપમાન છે




0 comments