
આપણી મરચીને નાઇટ્રોજન તો જોઈએ જ તે યુરિયા સ્વરૂપે આપવું કે એમોનિયમ સલ્ફેટના રૂપમાં કે પછી પોટેશિયમ નાઇટ્રેટના રૂપમાં ? ક્યાં સ્વરૂપે સારું ?
નાઇટ્રોજન આપણે જમીનમાં આપીએ એટલે જમીન માં ખાતર ઉપર શું પ્રક્રિયા થાય તે તમે ખબર છે ?
ઉપર ના ચિત્ર માં બેક્ટેરિયાની હાજરી બતાવી છે , આ જમીન વિજ્ઞાન છે
દા. ત. છોડ કાંઈ યુરિયા ખાતો નથી તમે યુરિયા જમીનમાં આપ્યું તો જમીનના ઉપયોગી બેક્ટેરિયાની હાજરીમાં યુરિયા જે અમાઈડ NH2 રૂપમાં છે તેને ઉપયોગી બેક્ટેરિયા યુરિયાને એમોનિયમ NH4 માં બદલશે આ જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાની હાજરીમાં થાય છે. આપણને ખબર છે જમીન જીવતી છે
ફરી વાર નોંધો કે છોડ યુરિયા ખાતો નથી, જમીન માં એમોનીફીકેશન પછી નાઈટ્રીફિકેશન થાય છે એટલે કે NH4 નુ NO3 નાઈટ્રેટમાં રૂપાંતરણ થાય છે ત્યારે છોડના મૂળ લઈ શકે છે એટલે કે છોડને નાઇટ્રેટ સ્વરૂપ વધારે સુલભ ગણાય. યાદ રાખો આ બધું બેક્ટેરિયાની હાજરીમાં બને છે. એટલે એ ધ્યાનમાં લેતા ઠંડી વધુ હોય ત્યારે બેક્ટેરિયા ઓછા પ્રવૃત હોય તેથી યુરીયાને બદલે એમોનિયમ સલ્ફેટ કે પોટેશિયમ સલ્ફેટ વાપરવાથી ફાયદો થાય .
મિત્રો યાદ રાખો છોડ યુરિયા ખાતો નથી તેથી યુરિયાને ગાળો આપતા નહિ પણ આભાર માનો ઉપયોગી બેક્ટેરિયાનો એટલે સેન્દ્રીય તત્વો પણ સાથે સાથે ઉમેરતા રહો અને ખાતરોનો લાભ લ્યો .
|
|
|




Photo courtesy : google Image
0 comments