સામાન્ય રીતે મરચી ઉગાડનાર ઇઝરાયલનો ખેડૂત પોતાને જેટલું ઉત્પાદન લેવું છે તેટલા પ્રમાણમાં તે જમીનમાં પાયાનું ખાતર અને પછી રોજે રોજના ખોરાક માટે ડ્રીપથી ફર્ટીગેશન કરે છે. માની લ્યો કે છેલ્લી વીણી ઓછી આવી તો ત્યાનો ખેડૂત લીફ એટલે કે પાંદડાનું એનાલિસિસ કરાવે છે.
સામાન્ય રીતે તંદુરસ્ત અને અઢળક ઉત્પાદન આપતી મરચીના પાંદડાનું લેબોરેટરીમાં એનાલિસિસ કરતા આવું કઈક પરિણામ આવવું જોઈએ .
N : ૩ થી ૪ ટકા | P ૦.૩ થી ૦.૪ ટકા | K ૩.૫ થી ૪.૫ ટકા કેલ્શિયમ ૧.૫ થી ૨ ટકા, મેગ્નેશિયમ ૦.૨૫ થી ૦.૪૦ ટકા અને સોડીયમ ૦.૧ ટકા વગેરે આ ટકાવારી પાંદડાના સુકા વજનના આધારે છે.
ધાર્યું ઉત્પાદન લેવું હોઈ તો કેટ કેટલું ધ્યાન રાખવું પડે આ પૃથ્થકરણ થી સમજાય છે કે આટલું તો મિનિમમ જોઈએ , ક્યાં ક્યાં તત્વો મરચીમાં નિશ્ચિત માત્રમાં જોઈએ ? તમે પણ આ વર્ષે પાયાના ખાતરો ઉપરાંત સમયે સમયે જરૂરી ખાતર આપવા નું ભૂલતા નહિ
પ્રતિભાવ આપવા વોટ્સએપ કરજો 9825229966 -
તમે મરચી વાવી છે , તમે લીલા મરચા તોડીને વેજિટેબલ માર્કેટ યાર્ડમાં વેચવા જાવ છો , દલાલ તમારા મરચાનું વજન કરે છે , દા .ત . તમારા મરચા 1000 કિલો થયા એટલે કે 50 મણ લીલા મરચા થયા . તમારી જમીનમાંથી આ 1000 કિલો મરચાં એ કેટલો ઉપાડ કરીને તમારી જમીનમાંથી શું ઓછું કર્યું ?
વૈજ્ઞાનિકો કહેછે કે 1000 કિલો મરચા પકાવવા છોડ જે ખાતર ઉપાડે તેને ક્રોપ રિમૂવલ કહે છે , હવે કહો તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમારા ખેતર માંથી શું વપરાયું ?
નોંધ કરી રાખો એક ટન લીલા મરચા પકાવવા તમારી જમીનમાંથી નીચેમુજબનું ખાતરનું રિમૂવલ થાય છે
5 કિલો નાઇટ્રોજન, 2 કિલો ફોસ્ફરસ,7 કિલો પોટાશ
અને 900 ગ્રામ મેગ્નેસિયમ અને કેલ્શિયમ તત્વોના રૂપમાં અને થોડા સૂક્ષ્મ તત્વો
તમારી જમીનમાંથી ઓછું થયું ત્યારે 1000 કિલો તોડાઈ શક્ય બની .
હવે તમે આ ખાતરની પૂર્તિ તમે ના કરો તો શું થાય ? અને હા , તમારે જો સૂકા મરચા કરવા હોઈ તો સૂર્યપ્રકાશમાં કણ ચડેલા કેટલા મરચા સુકાવવા પડે ત્યારે 50 મણ ખોખા થાય ? તો પછી ક્રોપ રિમૂવલ ના આધારે તમારી જમીનમાં પોષણ ઉપલબ્ધી માટે કેટલું ફર્ટિગેશન આપવું પડે વિચારજો . રિમૂવલ ડેટા હવે તમારી પાસે છે એટલે માંડો અને વિચારો કેટલું ઉત્પાદન લેવું છે ?
ફર્ટીગેશન એટલે ડ્રીપમાં ખાતર આપવું, ડ્રીપ દ્વારા ફર્ટીગેશન અથવા ન્યુટ્રીગેશન આપી મબલક ઉપજ મળી શકે છે. પરંતુ જે ખાતરો આપવાના છે અલગ માત્રાના તે ખાતરો વેન્ચુરી અથવા ટેંકમાં ભેળવવા પહેલા ઓગળવાના હોય છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે કારણકે તેવું ન કરવામાં આવે તો ડ્રીપર ચોકઅપ- બંધ થવાના પ્રશ્નો આવી શકે.,
કોઇપણ ખાતર હોય તેને એકસરખા પાણીમાં ઓગળવાને બદલે ખાતરના પ્રકાર પ્રમાણે જુદા જુદા જથ્થામાં પાણી લેવું પડે છે. કારણ કે બધાજ ૧ કિલો ખાતરને તમે એક લીટરમાં ઓગાળી ન શકો હા કેલ્શિયમ નાઈટ્રેટ હોય તો શક્ય બને પરંતુ પોટેશિયમ નાઈટ્રેટ (૧૩-૦-૪૫) હોય તો ૮ ગણું પાણી લેવું પડે પોટેશિયમ ક્લોરાઈડ (૦-૦-૫૦) હોય તો ૩ ગણું પાણી જોઈએ, આપણને ખબર છે કે ફોસ્ફરસ ખાતરો પાણીમાં ઓગળતી વખતે અઢીગણું પાણી લઇને સોલ્યુશન બની શકે છે આવા સોલ્યુશન અલગ અલગ વાસણ કે ડોલ કે ડ્રમ માં બનાવીને વેન્ચ્યુરી દ્વારા ચડાવવા જોઈએ. વધુ ફર્ટીગેશન ની વાતો માટે વાચતા રહો મારો બ્લોગ આજ ની ખેતી
મરચીની ખાતરની જરૂરિયાત પાકની અલગ અલગ અવસ્થા વખતે અલગ હોય છે દા.ત. તમારે વીઘે 12 ટનનું અથવા તો હેક્ટરે 75 ટન લીલા મરચાનું ઉત્પાદન લેવું છે તો તેના ગુણાંકમાં ખાતરની જરૂરિયાત ગણવી પડે પરંતુ સરળ રીતે નીચેના ગ્રાફ સાથે સમજીએ.
મરચીના છોડને શરૂઆતના ૬૦ દિવસમાં પાકને વિકાસ માટે સારું એવું સમતોલ ન્યુટ્રીશન-પોષણ જોઈએ છે પછી જયારે પ્રથમ તોડાય થાય ત્યારે ફરી વધુ પોષણની જરૂરિયાત રહે છે તે તમને ઉપરના ગ્રાફમાં દેખાશે. પહેલી વીણી પછી ખાતરની જરૂરિયાત સતત વધતી રહે છે જો તમે મલ્ચીંગ અને ડ્રીપનો પ્રયોગ કરતા હો તો નાઈટ્રેટના રૂપમાં નાઈટ્રોજન આપો અથવા ઠંડી હોય તો યુરિયાના રૂપમાં આપી નહિ શકો , ઠંડીમાં નાઇટ્રેટના રૂપમાં આપો
ઉપરના ગ્રાફનું અવલોકન કરો તો ગ્રાફમાં નીચે પાકના દિવસો અને ડાબી તરફ રોજનો પોષણનો ઉપાડ પ્રતિ હેક્ટરના ખેતરમાં કેટલો મરચી લે છે તે બતાવેલ છે ,બ્લુ લીટી ફોસ્ફરસ, લીલી લીટી નાઈટ્રોજનની અવશ્યકતા અને ગુલાબી લીટી પોટાશની જરૂરિયાત અને ઉપાડ દર્શાવે છે .તમે જુવો પચાસ સાંઠ દિવસ આસપાસ પોટાશનો અપટેક છ કિલો જેટલો પ્રતિ હેક્ટર પ્રતિ દિવસ તત્વના રૂપમાં વધી જાય છે . એટલે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષમાં પોટાશની જરૂરિયાત પણ વધુ રહે છે અને ૧૦૦ દિવસે તો પોટેશિયમની સર્વોતમ સ્થિતિએ જરૂરિયાત છે તે તમે નોધ્યું હશે. ફેર્ટીગેશન માટે અગત્યના ખાતરો નોંધો પોટેશિયમ નાઇટ્રેટ , મોનો અમોનિયમ ફૉસ્ફેટ , કેલ્શિયમ નાઈટ્રેટ , મેગ્નેસિયમ સલ્ફેટ વગેરે
ઉપરથી છાંટવાના ખાતરોનો ઉપયોગ કરીને લાભ લ્યો
કૃષિ નિષ્ણાત પાસે તમારા જમીન અને પાણીના રિપોર્ટના આધારે ડ્રિપ માં આપવાના ખાતરનો ફર્ટિગેશન પ્રોગ્રામ અવશ્ય બનાવડાવો
મરચીની ખેતીમાં ૫૦ મણ ખોખા કરવા એટલે છોડ દીઠ કેટલા કિલો લીલા મરચા કરવા પડે ?
તેજી નો લાભ લેવા જથ્થો વધે તેમાટે પ્રયાશ કરવો પડશે તે માટે નવીન ખાતર
પી એસ એ પી 100 ગ્રામ પ્રતિ પમ્પ દર 8 થી 10 દિવસે ઘાટો છંટકાવ કરો અને જુવો ચમત્કાર
આપનો સવાલ છે 50 મણ સૂકા મરચા વીઘે કરવા છે તો પહેલો વિચાર એ કરવાનો છે કે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચાને જયારે સનડ્રાય એટલે કે સૂર્ય પ્રકાશમાં સૂકવવા મુકો ત્યારે ૧ કિલો કણે ચડેલા લાલ ચટક મરચા સુકાય ત્યારે
કેટલા થાય ?
એક કિલો કણે ચડેલા મરચા ઘટીને કેટલા થાય ?અંદાજ કરીયે
તો નોધો કે મરચાની અંદર રહેલો ભેજ અંદાજે ૭૮ ટકા ઘટ થાય છે એટલે કે તમારે ૫૦ મણ ખોખા -સુકા મરચા કરવા હોય તો તમારે કણે ચડેલા લાલ ચટક અંદાજે ૨૨૭ મણ મરચા સૂકવો ત્યારે ૫૦ મણ સુકા મરચા થાય.
દાખલા તરીકે તમે નિયમ આધારિત ખેતી કરો છો
એટલે કે મરચી તમે ડ્રિપ અને મ્લચીંગ સાથે પાળા ઉપર કરી છે
દા .ત .તમે 3 ફૂટ બાય સવા ફૂટે (1.25 ફૂટ) મરચી વાવી છે
એટલે
એકરે ૧૧૬૧૬ પર છોડ થયા
વીઘે ૪૬૪૬ છોડ થયા
227 મણ એટલે 4540 કિલો
એટલે ભાગ્યા 4646 છોડ કરો તો
છોડ દીઠ
તમારે
977 ગ્રામ સૂકા મરચા પકાવો તો તમારે વીઘે 50 મણ ખોખા થાય
હવે આ ૨૨૭ મણ મરચાનું ઉત્પાદન લેવા એટલે કે વજન વધે તે માટે કયું કયું ખાતર ક્યારે અને કેટલું આપવું , વજન વધે તેવું નવીન ખાતર એટલે પીએસએપી ખાતર, અત્યારથી પ્લાનિંગ કરો