મરચીના છોડને પાણીની અગત્યતા બહુ પાણી સારું નહિ







પાણી વગર ખેતી શક્ય નથી એ તો જાણે આપણને ખબર છે , પણ પાણી કેટલું ? ક્યારે ? કેવીરીતે ? એની આપણને જરાય ખબર નથી અને એ બધું ઇઝરાયેલના ખેડૂતને ખબર છે માપી માપીને આપે કારણ કે તે બધા જાણે છે કે
પાણી કિંમતી છે અને સાથે વધુ પાણી પાકને આપવાથી શું નુકશાન થાય ? અને આપણે રાત્રે પાવર હોય  તો પછી સવાર પડે ત્યારે પાકના મૂળ પાણી માં ડૂબાડૂબા બડબડીયા બોલાવતા હોય , આપણેને પાકને વધુ પાણી આપવાથી થતું ભારે નુકશાનની ખબર જ નથી , બોલો ,

ડ્રિપની કોઈને વાત કરો તો સફળતાના લાખ અનુભવ સાંભળ્યા હોય  તો પણ બહાના કાઢે  ઉંદરડા નું ? કે ખિસ્કોલા નું ? કે અમારી જમીન માં રેડ પાવું પડે એવું બહાનું કાઢી ને વધુ ઉત્પાદનનો રસ્તો અપનાવે નહિ ,



મરચી ના પાક માં ભેજ જોઈએ છે , પિયત નહિ એટલામાં સમજજો , રોગ સામે લડવા કરતા પાણી નું નિયમન સારું છે, જે આજે આપણને સમજાય જાય તો સારું છે પાણી વગર આજે આપણે આકાશ સામે જોઈ રહ્યા છીએ , આ પરિસ્થિતિ કદાચ આપણ ને સમજાવવા આવી હોય , જેટલા  સામુહિક રીતે વહેલા સમજીશું એટલું ફાયદામાં 


જરુરી પાણી એટલે છોડની આવશ્યકતા , તમારી જમીનની ઉપલી સપાટીનો ભેજના આધારે પાણી આપો તો છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તો વધુ ખોરાક મરચીના પાંદડા બનાવશે તો ઉપજ વધશે , પાણી નું સંચાલન વાડીના માલિક તરીકે તમારા હસ્તક રાખો , ભાગીયાને નહિ , પાણી આપવાનો સમય ઘડિયાળ ના કાંટે નક્કી કરો , આવું કરશો તો તમને ત્રણ લાભ થશે પાણી બચશે , રોગ જીવાત ઓછા આવશે , ખાતર તમે આપ્યું છે તે મૂળ પ્રદેશમાંથી નીચે નહિ જાય ને છોડ લઇ લેશે તો ઉત્પાદન વધશે , બાકી આટલું વાંચ્યા પછી તમે આવતા વર્ષે મરચીની ખેતીમાં પાળા ના કરો , મ્લચીંગ ના કરો ને ડ્રિપ ના વસાવો તો પછી રોગ જીવાત અને ઉત્પાદનની ફરિયાદ કરતા નહિ ....


કોઈ વાત સારી લાગે તો આપણે ગમ્યું એમ બીજાને કહીયે તો તે  વાત કુટુંબમાં પણ સારી છે 
શું તમને   આ મરચી અને લીંબુની  વૈજ્ઞાનિક માહિતી  તમને ગમે છે ?  તો ક્યારેક 9825229966 ઉપર પ્રતિભાવ આપશો તો ગમશે , 




-

2 comments

  1. તબક્કાવાર દવા ના ઉપયોગ વિષે જણાવો કઇ દવા વધારે ફાયદાકારક હોય છે

    ReplyDelete
  2. Turmeric kheti ni information apo bhai

    ReplyDelete