ઇઝરાયલમાં ઓપન ફિલ્ડ એટલે કે આપણી જેમ ખુલ્લા ખેતરમાં મરચી કરતા નથી ત્યાં ગ્રીનહાઉસ માં ખેતી થાય છે , મુખ્યત્વે તે લીલા કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લેતા હોય છે અને ફેર્ટીગેશન દ્વારા ડ્રિપ માં ખાતર આપે છે , હવે તમને આશ્ચર્ય તેવી વાત જાણો
તેઓ એક હેક્ટરે ૩૫૦૦૦ છોડ વાવે છે. એટલે કે વીઘે ૫૬૦૦ છોડ એમાંથી હેક્ટરે ૭૦ ટન ઉત્પાદન લે છે એટલે કે ૫૬૦ મણ વીઘે થયું !
આપણે કેટલું લઈએ છીએ. આપણું ઉત્પાદન ખુલા આકાશ નીચે થતું હોઈ એટલે હવામાન ના આઘાત પ્રત્યાઘાત મરચી પર પડ્યા વગર રહેતા નથી પરંતુ તેનો પણ ઉપાય હવે મળવામાં છે , ટેક્નોલોજી આપણી વહારે આવી છે
ભારતની વાત જાણો છતીશગઢના ખેડૂતો આપણી જેમ ખુલા ખેતર માંથી આપણા કરતા લીલા મરચાનું બમણું ઉત્પાદન લે છે તે તમને ખબર છે કે નહિ ? આપણને કેમ નથી મળતું કારણ કે આપણે ફર્ટીગેશન કરતા નથી
આપણે લીલા કે સૂકા મરચાનું ધાર્યું ઉત્પાદન લેવામાટે ફર્ટીગેશન કરીયે તો સારું ઉત્પાદન લઇ શકીયે છીએ પણ તે માટે જરૂરી છે પાળા ઉપર ખેતી , મ્લચીંગ નો ઉપયોગ અને ડ્રિપ ઇરીગેશન , ફર્ટીલાઇઝર ટેન્ક અને સાચો ફર્ટિગેશન પ્રોગ્રામ જરૂર પડે
ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવડાવવો જોઈએ , ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવવા તમારી વાવેતર કરેલ જગ્યાની નીચેની વિગતો જરૂર પડે છે
1-જમીન નો તાજેતર નો પૃથ્થકરણ રિપોર્ટ
2-પિયત પાણી નો તાજેતરનો પૃથ્થકરણ રિપોર્ટ
3-પાકનું નામ
4-પાક ની ફેરરોપણીની તારીખ
5-પાકની જાત નું નામ
6- મ્લચીંગ કર્યું છે ? હા કે ના
7- કેવી રીતે ખાતર ચડાવવા માંગો છો ? અઠવાડિક કે રોજ
સાધનોમાં તમારી પાસે ડ્રિપ પદ્ધતિ અને ફર્ટીલાઇઝર ટેન્ક અથવા ખાતર ચડાવવાની વેનચુરી હોવી જોઈએ
મરચી માટે સાવચેતીના પગલાં અને રોજ વાડીયે આવલોકન ની આવશ્યકતા છે તે બધું ભાગીયા ને બદલે ફાર્મ વ્યવસ્થાપનના માસ્ટર બનજો , વિચારજો આપણે ઇઝરાયેલ ઉત્પાદન કેમ લેવું ?