મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે આગળ વર્ષે વાવેતર એટલું થયું હતું કે બધાને મરચીનો પાક લોટરી જેવો લાગેલો , બધા ને મરચી મરચી ને મરચી , માલ એટલો થયો કે કોલ્ડસ્ટોરેજ ભરાય ગયા અને ખપત કરતા બીજા વર્ષે પણ ચાલે તેટલો સૂકા મરચાનો માલ ભરાઈ ગયો .
ગયા વર્ષનું ઉત્પાદન બઝારમાં આવ્યું ત્યારે ભાવ સાવ તળિયે ગયા . એટલે આ વર્ષે અત્યારે મરચીના વાવેતર ઘણા ઓછા થયા . જે કંપની પોતાની બ્રાન્ડ અછત કરીને વેંચતા હતા તેમનો માલ પણ પડ્યો રહ્યોં એટલે જાણીતી કંપનીને આ વર્ષનું ન બવેચાયેલું બીજ કોલ્ડસ્ટોરેજમાં મુકવાનો વારો આવ્યો . ગુજરાતની નાની કંપનીઓના બીજ વેચાયા વગર પડ્યું રહ્યું એટલે એને નુકશાન ગયું . ટૂંકમાં આ વર્ષનું વાવેતર ઓછું છે એટલે આશા છે કે ફ્રેશ માલની સારા માલની ડિમાન્ડ નીકળશે ત્યારે ભાવ સારા મળશે
ચાલો આ વર્ષે સારો માલ પેદા કરવા મરચીને કુક્ડ થી બચાવીએ .સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે તેને કુક્ડ કહીયે છીએ . કુક્ડ એમનામ નથી આવતો , કુક્ડ આપણી મરચીમાં ત્યારેજ આવે છે જયારે આપણી મરચીમાં ચુસીયા જીવાત ખુબ લાગી હોય એટલે આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. આ વર્ષે કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર ઓછું થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે
મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે
એટલે કૂકડનું.
આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,
કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે
એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.
સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો
ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.
ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,
સફેદમાખી આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે