Showing posts with label ચીલી ગાઈડ2. Show all posts
Showing posts with label ચીલી ગાઈડ2. Show all posts

PH એટલે પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન .
આ જમીન એસિડીક છે કે આલ્કલાઇન છે તે માપવાનું પ્રમાણ છે.
પૃથ્થકરણના પરિણામોમાં ૦ થી ૧૪ પીએચ. સુધીની વાત કરીએ તો
૦ થી ૭ પીએચ વાળી જમીન એસીડીક એટલે કે ખાટી, અમ્લીય જમીન કહેવાય.
૭ થી ૧૪ પીએચ. વાળી જમીન આલ્કલાઈન એટલે કે સોડાના સ્વાદવાળી ખારી, છારીય, આલ્કલાઈન, બેઝિક અથવા ભાષ્મિક જમીન કહેવાય છે.
૭ પીએચ એ ન્યુટ્રલ એટલે મધ્યમ અથવાતો ઉત્તમ જમીન કહેવાય છે.
મરચીની ખેતી 7 થી 8.5 પીએચ વાળી હોય તો કરી શકાય છે.
આ સીવાયની જમીન મરચીને માફક આવતી નથી તેથી પૃથ્થકરણ કરાવવુંને જમીન સુધારણા કરવી, સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું , પીએચ સમતોલ કરવા માટે પગલાં લેવા
તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.
તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય
અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.
જે જમીનમાં મરચી વાવેતર કરવાનું હોય તે જમીન અને પાણીનું ચોમાસા પહેલા પૃથ્થકરણ કરવો , આવેલ પૃથ્થકરણના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,
તમારી નજીકમાં એરીસ એગ્રો કંપનીના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માટે તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી તમારી સારી થશે , જમીન સુધારણા માટે જમીનમાં 7 પ્રકારના જૈવિક બેક્ટેરિયા નાખીને તમારી મરચીને મદદ કરો
મરચીના છોડની રોજની અગવડતા દૂર કરી મરચીનો ઉત્પાદનલક્ષી વિકાસ કરાવવા અને મરચીના છોડને કાયમી તણાવ આઘાત માંથી બહાર કાઢવા પી.એચ. સમતોલ કરવો એકદમ જરૂરી છે તે યાદ રાખજો , આ વાત તમારા મીત્રૉને પણ કહેજો અને પૃથ્થકરણ કરાવી પીએચ સમતોલ કરજો તો મરચીની ખેતી સારી થશે .
![]() |
![]() |
![]() |
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.