કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી ,
રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને જમીનને સ્ટરીલાયઝ કરતા પરંતુ હવે નવી પદ્ધતિ આવી છે તેમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા ગાદી ક્યારા ની જગ્યાને રોગમુક્ત કરવા માટે બઝારમાં ૩૦ થી ૫૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક મળે છે તે જ્યાં રોપ કરવાનો હોય ત્યાં ઉનાળાની ગરમીમાં ઢાંકી દેવાનું .
સામાન્ય રીતે વાતાવરણની ગરમી ૪૫o સે હોય ત્યારે જમીનનું તાપમાન ૫૫ સે. થાય પણ આ પ્લાસ્ટિક પાથરેલું હોય તો જમીનનું તાપમાન ૬૫ સે. થઇ જાય તેના લીધે જમીનની અંદર રહેલા નિદામણના બીજ, ફૂગ, રોગ, કીટકના કોશેટા, નીમેટોડ બધું જ આટલી ગરમીમાં રોપ ની જગ્યાએ નાબૂદ , રોપ પૂરતી જગ્યા માટે આવું પ્લાસ્ટિક ખરીદી લો, આને સોઇલ સોલારાઈઝેશન કહે છે ,
છે ને સુરજદાદાની મદદ લેવાનો અજબ નુસખો. દરેક ખેડૂતે આ જરૂર આપનાવવા જેવું છે , પ્લાસ્ટિક કાઢી લીધા પછી બીજા દિવસે આ જગ્યાએ એની એજ માટીમાંથી ગાદી ક્યારો કરી ત્યાં રોપ નાખવાનો અને બીજ ઉગે કે તરત ઇન્સેક્ટ નેટ થી રોપને ઢાંકી દેવાનો , છે ને રોપણી સંપૂર્ણ સુરક્ષા કરવાનો અજબ નુસખો .
તમે શાકભાજી ઉગાડતા હો તો એક પાક પૂરો થાય પછી તરતજ બીજો પાક કરતા હો તો ચેતી જજો .
સોલેનેસિ વર્ગના શાકભાજી રીંગણ , ટામેટા , મરચી વાળા ખેતરમાં મરચીની ખેતી સારી થતી નથી , એમ તો કપાસ અને મગફળી વાળા પડા માં પણ મરચીની ખેતી સારી થતી નથી ,
તમારા ખેતરમાં કે ખેતરના સેઢે રોગકારક હાજર હોય તો તમારા ખેતરમાં રોગ આવશે એટલે કે નીદામણ દુર કરો, શેઢાપાળા સાફ રાખો, જ્યાં તમે મરચી વાવવાના છો ત્યાં હાલ બીજો પાક ઉભો હોય કે તેના ઝાડિયા, થડ, ડાળખાં પડ્યા હોય તો તેનો સંપૂર્ણ નાશ કરવા પુરા થયેલા પાક ઉપર નોન સિલેક્ટીવ ગ્લાયફોસેટ નિદાંમણનાશક છાંટીને જુના પાકનો સંપૂર્ણ નાશ કરો ત્યારબાદ જમીન તપાવીને અને ઊંડીખેડ કરીને જ બીજો પાક (મરચી) વાવવી જોઈએ.
જમીન તૈયાર કરતા પહેલા જમીનને રોગકારક સામે સક્ષમ બનાવવા તમે બનાવેલા મરચીના પાળા - રેઝબેડ માં શું શું ઉમેરવું ? તે બરાબર જાણીને ઉમેરો અને હા , રોગકારકનો પ્રવેશ તમારા ખેતરમાં આવે નહિ તે માટે મજુર , ખેત સાધનો , મનુષ્યને પ્રવેશ નિષેધ અથવા સેનેટાઇઝ કરવા પડશે .
જમીનનો સારો કોઈ સારો ગુણ હોય તો તે છે કે તે પોરસ છે , પોરસ એટલે સાદી રીતે સમજો તો જમીન માં ફુલાવાની ક્ષમતા છે . આ પોરોસિટીના લીધે જમીન ફૂલે છે અને આવું થવાથી જમીનનું નીચેનું હાર્ડપાન પણ ફાટતું હોવાથી આવી તિરાડ પડતી જમીનમાં ખેડ કરવા માટે કલ્ટીવેટરની જરૂર રહેતી નથી, આવી જમીનમાં પાણી પચે છે, ગરમીમાં ફાટે તેવી જમીનને કલે સોઇલ કહે છે ત્યાં હાર્ડપાન તોડવાની જરૂર નથી .
આવી જમીનમાં દર ૩ વર્ષે પાક પૂરો થાય ત્યારે ખેડ્યા વગર છોડી દયો, પાણી આપો ને ફાટવા દયો, અંદરથી ભેજ ઉડશે એટલે ફાટશે , તિરાડો પડશે , આવી જમીનમાં ઊંડા મૂળ વાળા પાકો જેવાકે મરચી, ટામેટી માટે સારી ગણાય, ૩ થી ૪ ઇંચનું પડ તૂટે છે તો તે સારી વાત છે જે જમીનમાં તિરાડ પડતી નથી તેવી એસીડીક જમીનમાં હાર્ડપાન ખાસ સાધનો જેવાકે સબસોઇલર થી હાર્ડપાન તોડવું પડે છે તે આવી ક્લે સોઇલ જમીન હોય તો સબસોઈલર એક્દાતાવાળું કલ્ટીવેટર ચલાવવાની જરૂર પડતી નથી.
ધરતીનું ધરતી ને પાછું આપવાનો તમને વિચાર આવ્યો તે બદલ ધન્યવાદ.....
જમીન આપણા પાકનો આધાર છે , જમીન આપણી ધરતી માતા છે , વધુ ઉત્પાદન લેવા જમીન ને જીવતી કરવી હશે તો જમીનમાં આપણું ગળતિયું ખાતર બનાવી ને વાપરવું પડશે અથવા જમીનમાં સાદું નહિ ફોર્ટિફાઇડ કરેલું સેન્દ્રીય ખાતર વાપરવું પડશે , આવું ફોર્ટિફાઇડ ખાતર બઝાર 50 કિલો ના પેકીંગ માં એક્સલ કંપની નું સેલરીચ ના નામે મળે છે
જો તમારે ધરતી નું ધરતી ને પાછું આપવું હોઈ તો તમે એક કામ કરો તમારા ખેતર નો એક પણ કચરો બહાર લઇ જવાની મનાઈ કરી દયો અને છાણ અને વાડીના કચરા જેવાકે પાંદડા -ઝડિયા -સાંઠી કે શાકભાજી ના પાન વગેરે ને સેડવી ઝડપી અને વધુ તાકાત વાળું ખાતર બનાવવા માટે જરૂરી એરોબિક બેક્ટરિયા ( વગર પૈસા ના દાડિયા ) જો તમારા પાસે હોઈ તો તમારા ખેત કચરા માંથી કંચન જેવું ખાતર એક મહિનામાં બની જાય અને એ પણ ખુબજ સરસ સોડમદાર
શું કરવું ?
તમારા છાણ અને કચરો જ્યાં નાખતા હો તો તેમાં બાયોક્યુલમ નાખો તેનાથી ઝડપી અને સ્ટ્રોંગ ખાતર બનશે.
કેટલા બેક્ટરિયા નાખવા ?
૫૦ મણ છાણ કે ખેતર નો કુચો હોય તો તેમાં ૧ કિલો બાયોક્યુલમની જરૂર પડે એટલે સાદી ગણતરી કરીએ તો ૧ કિલો છાણ અને કુચા માટે ખાલી ૧ ગ્રામ બાયોક્યુલમ નાખવું પડે.
ભાવ :-
બાયોક્યુલમ નો ૧ કિલોનો ભાવ ફક્ત 250/- રૂ. ( કુરિયર સાથે )
બાયોક્યુલમ અત્યારે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229766 થી મળશે , બાયોક્યુલમ તમે નજીક ના તાલુકા સ્થળે કુરિયર દ્વારા મંગાવી શકો છો ,
નાણાં કઈ રીતે મોકલવા ?
ગુગલ પે, ફોન પે, પેટીએમ , એમેઝોન પે, તથા અન્ય કોઈ પણ UPI એપ દ્વારા નીચે આપેલ કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો.
વધુ માહિતી માટે ફોન કરો 9825229766
યાદ રાખો
આ દેખાય નહિ તેવા બેક્ટરિયા ભગવાને ખેડૂતો માટે બનાવેલા વગર પૈસાના દાડિયા છે , તેને ઓળખો અને તમારી વાડી માં કામે લગાડો. આ વગર પૈસાના દાડિયા એટલે બાયોક્યુલમ.
છાણ અને વાડીના કચરાને સેડવી ઝડપી અને વધુ તાકાતવાળું ખાતર બનાવવા વપરાતા એરોબિક બેક્ટરિયા એટલે એક્સેલ કંપનીનું બાયોક્યુલમ.