મરચીની ખેતીમાં રોગ આવે છે તેનો ઉકેલ દવા નથી પરંતુ ખેતી પદ્ધતિ જેટલી સુધારો તેટલી મરચી સારી થાય.
મરચીનો રોપ એટલે તંદુરસ્ત ધરું તૈયાર કરવું ખુબ કાળજી માંગી લે તેવું કાર્ય છે તમે જયા રોપ કરવાના હો તે જગ્યા રોગ કારક અને નિંદામણ અને જમીનજન્ય ફૂગ થી મુક્ત જોઈએ .
ગયા વર્ષે મરચી હોય તો પડામાં મરચીનો રોપ ન કરાય, રીંગણા, મરચા કે કપાસ વાવ્યો હોય ત્યાં મરચીનો રોપ ન કરાય, જ્યાં રોપ કરવો છે ત્યાં ૬ ઇંચનું ઘઉં નું કુવળ નાખી સળગાવો ને જમીનને તપાવો , ઠંડી પાડવા દયો, ગાદી ક્યારા બનાવો, ઇન્સેક્ટનેટ મંગાવી રાખો, સારું બીજ પસંદ કરો . ગાદી ક્યારામાં છુટું છુટું બીજ રોપો ને ઝારાથી કે ચાળણી વડે પાણી પાવ , ગાદીકયારાને નિક બનાવી પાણી આપો જેથી ગાદીકયારો રીજી રીજીને પીવે , રોપને ખપેડી થી બચાવો, જરૂર પડે તો ગ્રીન નેટ થી છાંયો કરો , નિયમિત રીડોમિલનું ડ્રેન્ચિંગ કરો,રોપ ઉપર પાણી છાંટતા નહિ, ઇન્સેક્ટ નેટ થી રોપની જગ્યા ઢાંકો જેથી ચુસીયા જીવાત થી રોપને બચાવી શકાય .શક્ય હોય તો પ્રો ટ્રે માં કોકોપીટ , માટી અને વર્મીકમ્પોસ્ટ દ્વારા રોપ તૈયાર કરો અથવા સારામાં સારું બીજ જાતે ખરીદીને સર્ટિફાઈડ નર્સરી વાળાને પોતાનું બીજ આપીને પોતાનો રોપ ઇન્સેક્ટ નેટમાં બનાવડાવો