જમીનનો સારો કોઈ સારો ગુણ હોય તો તે છે કે તે પોરસ છે , પોરસ એટલે સાદી રીતે સમજો તો જમીન માં ફુલાવાની ક્ષમતા છે . આ પોરોસિટીના લીધે જમીન ફૂલે છે અને આવું થવાથી જમીનનું નીચેનું હાર્ડપાન પણ ફાટતું હોવાથી આવી તિરાડ પડતી જમીનમાં ખેડ કરવા માટે કલ્ટીવેટરની જરૂર રહેતી નથી, આવી જમીનમાં પાણી પચે છે, ગરમીમાં ફાટે તેવી જમીનને કલે સોઇલ કહે છે ત્યાં હાર્ડપાન તોડવાની જરૂર નથી .
આવી જમીનમાં દર ૩ વર્ષે પાક પૂરો થાય ત્યારે ખેડ્યા વગર છોડી દયો, પાણી આપો ને ફાટવા દયો, અંદરથી ભેજ ઉડશે એટલે ફાટશે , તિરાડો પડશે , આવી જમીનમાં ઊંડા મૂળ વાળા પાકો જેવાકે મરચી, ટામેટી માટે સારી ગણાય, ૩ થી ૪ ઇંચનું પડ તૂટે છે તો તે સારી વાત છે જે જમીનમાં તિરાડ પડતી નથી તેવી એસીડીક જમીનમાં હાર્ડપાન ખાસ સાધનો જેવાકે સબસોઇલર થી હાર્ડપાન તોડવું પડે છે તે આવી ક્લે સોઇલ જમીન હોય તો સબસોઈલર એક્દાતાવાળું કલ્ટીવેટર ચલાવવાની જરૂર પડતી નથી.

Photo courtesy : google Image