આજ ની ખેતી બ્લોગ - મરચીની પાઠશાળા


How does the the soils pH affect your lawn or garden?



PH એટલે પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન .

આ જમીન એસિડીક છે કે આલ્કલાઇન છે તે માપવાનું પ્રમાણ છે.

પૃથ્થકરણના પરિણામોમાં ૦ થી ૧૪ પીએચ. સુધીની વાત કરીએ તો

૦ થી ૭ પીએચ વાળી જમીન એસીડીક એટલે કે ખાટી, અમ્લીય જમીન કહેવાય.

૭ થી ૧૪ પીએચ. વાળી જમીન આલ્કલાઈન એટલે કે સોડાના સ્વાદવાળી ખારી, છારીય, આલ્કલાઈન, બેઝિક અથવા ભાષ્મિક જમીન કહેવાય છે.

૭ પીએચ એ ન્યુટ્રલ એટલે મધ્યમ અથવાતો ઉત્તમ જમીન કહેવાય છે.


મરચીની ખેતી 7 થી 8.5  પીએચ વાળી હોય તો કરી શકાય છે.





આ સીવાયની જમીન મરચીને માફક આવતી નથી તેથી પૃથ્થકરણ કરાવવુંને જમીન સુધારણા કરવી, સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું , પીએચ સમતોલ કરવા માટે પગલાં લેવા


તમારે જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ. પાણીનું પણ EC પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પાણીમાં કેટલું મીઠું એટલે કે કેટલું સોડિયમ છે તે માટે પાણી નું ઈ સી અને ટીડીએસ માપવામાં આવે છે.

તમારા પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે જો ક્ષારીય હોય તો જીપ્સમ કે કેલ્શિયમ સલ્ફેટ વપરાય

અને જો આમ્લીય હોય તો ચૂનો વપરાય. જેથી પીએચ સમતોલ બને.

જે જમીનમાં મરચી વાવેતર કરવાનું હોય તે જમીન અને પાણીનું ચોમાસા પહેલા પૃથ્થકરણ કરવો , આવેલ પૃથ્થકરણના પરિણામ પ્રમાણે જમીન સુધારણા એટલે કે પીએચ ન્યુટ્રલ કરવા લાગી પડવું જોઈએ ,

તમારી નજીકમાં એરીસ એગ્રો કંપનીના કોઈ પ્રતિનિધિ હોઈ તો તેને તમારો રિપોર્ટ બતાવી તમારી જમીનનો પી એચ સુધારણા માટે તેની મદદ લઇ શકો તો આવતા વર્ષની મરચીની ખેતી તમારી સારી થશે , જમીન સુધારણા માટે જમીનમાં 7 પ્રકારના જૈવિક બેક્ટેરિયા નાખીને તમારી મરચીને  મદદ કરો 

મરચીના છોડની રોજની અગવડતા દૂર કરી મરચીનો ઉત્પાદનલક્ષી વિકાસ કરાવવા અને મરચીના છોડને કાયમી તણાવ આઘાત માંથી બહાર કાઢવા પી.એચ. સમતોલ કરવો એકદમ જરૂરી છે તે યાદ રાખજો , આ વાત તમારા મીત્રૉને પણ કહેજો અને પૃથ્થકરણ કરાવી પીએચ સમતોલ કરજો તો મરચીની ખેતી સારી થશે .



400 x 90









ખેતરમાં, અનેકવાર સવાલ થાય છે કે છે: ફોસ્ફેટની જરૂરિયાત માટે કયું ખાતર વાપરવું ? DAP કે MAP? તમારી જમીન માટે યોગ્ય ફોસ્ફેટ ખાતર પસંદ કરવામાં એક સરળ સરખામણી બતાવી છે તે સમજી લો . .

ખાતરની દુનિયામાં, ફોસ્ફરસના ક્ષેત્રમાં બે ખાતરો  પ્રભુત્વ ધરાવે છે: DAP (Di-Ammonium Phosphate) MAP (મોનો-અમોનિયમ ફોસ્ફેટ). પરંતુ તમારા પાકને વધારવા માટે તમારે કયું પસંદ કરવું જોઈએ? ચાલો વિચારીએ .


1. DAP - ડાય અમોનિયમ ફોસ્ફેટ 

18% નાઇટ્રોજન (N), 46% ફોસ્ફરસ (P₂O₅)

આલ્કલાઇન અસર → એસિડિક જમીન માટે ઉત્તમ

અત્યંત દ્રાવ્ય અને બહુમુખી → અનાજ પાક માટે યોગ્ય


2. MAP - મોનો-અમોનિયમ ફોસ્ફેટ

12% નાઇટ્રોજન (N), 61 % ફોસ્ફરસ (P₂O₅)

એસિડિફાઇંગ અસર → ચૂનાવાળી (આલ્કલાઇન) જમીન માટે આદર્શ

પાકચક્રની શરૂઆતમાં મજબૂત મૂળ વિકાસ માટે આ ખાતર યોગ્ય હોય છે .


ટૂંકમાં:

જો તમારી જમીન એસિડિક માટી ધરાવે છે તો  DAP પસંદ કરો

જો તમારી જમીન આલ્કલાઇન માટી ધરાવે છે તો  MAP પસંદ કરો


ખાતરો જમીનને અનુરૂપ હોવા જોઈએ.

હવે તમે વિચાર કરો તમે તમારા ખેતરમાં કયું પસંદ કરશો ?  DAP કે MAP?




આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.











3️⃣ પાક ફેરબદલી  અને કવર પાકનો સમાવેશ કરો


વિવિધ પ્રકારના માઇક્રોબાયલ જીવનને પ્રોત્સાહન આપવા માટે પાક ફેરબદલી  અને કવર પાક સાથે તમારા વાવેતરમાં વૈવિધ્ય લાવો. માઇક્રોબાયલ જૈવવિવિધતા પોષક ચક્રને ટેકો આપે છે, માઇક્રોબાયલ વસ્તીને સ્થિર કરે છે અને રોગોને દબાવી દે છે. આ એક સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ માટી ઇકોસિસ્ટમ બનાવે છે, જે લાંબા ગાળે તમારા પાકને લાભ આપે છે.





આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.







પાક ફેરબદલી અને મિશ્ર પાકમાં કઠોળના પાક ઉગાડો


તમારી જમીન સુધાર યોજનામાં કઠોળ, મગ , અડદ ,સોયાબીન , તુવેર  જેવા કઠોળના પાકનો સમાવેશ કરો. આ છોડ નાઇટ્રોજન-ફિક્સિંગ બેક્ટેરિયા સાથે સહજીવન સંબંધો બનાવે છે, કુદરતી રીતે જમીનને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે છે. આ કૃત્રિમ ખાતરો પર નિર્ભરતા ઘટાડે છે અને જૈવિક નાઇટ્રોજન સંવર્ધન દ્વારા જમીનના સ્વાસ્થ્યમાં સુધારો  કરે છે.







આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.










માટીના સૂક્ષ્મજીવાણુઓ અને છોડના પોષક તત્વો 

ફૂગ, બેક્ટેરિયા અને પ્રોટોઝોઆ સહિત માટીના સૂક્ષ્મજીવાણુઓ છોડ માટે પોષક તત્વોની ઉપલબ્ધતા માટે  અદ્રશ્ય ચેમ્પિયન છે. તેમની શક્તિને સમજવી અને તેનો ઉપયોગ કરવો એ આપણી  માટી અને પાકની સંપૂર્ણ સંભાવના ને ઉજાગર કરવાની ચાવી છે. તમે માટીના સૂક્ષ્મજીવાણુ પ્રવૃત્તિને કેવી રીતે વધારી શકો શકો છો અને સ્વસ્થ, વધુ ઉત્પાદક પાકોનું પોષણ કેવી રીતે કરી શકો છો 

1️⃣ કાર્બનિક પદાર્થોનો સમાવેશ કરો

કવર પાક અથવા સારી રીતે વિઘટિત ખાતર દ્વારા તમારી જમીનમાં સેન્દ્રીય ખાતર / કાર્બનિક પદાર્થોનો સમાવેશ કરો. માટીના સૂક્ષ્મજીવાણુઓ કાર્બનિક પદાર્થો પર ખોરાક લે છે અને તેને સરળ સ્વરૂપમાં વિભાજિત કરે છે, છોડ શોષી શકે તેવા પોષક તત્વો મુક્ત કરે છે. આ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને ખાતરી પુરી પાડે છે કે તમારા પાકને મજબૂત વિકાસ માટે આવશ્યક તત્વો મળે.





આવી જ માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.









-- --







Tip-Top Trucks - | PMV Middle East


ધ્યાન થી વાંચજો અને વંચાવજો , જુવો તમારા કહેવા પ્રમાણે તમે બંનેએ બીજ સારું પસંદ કર્યું, ખાતર ની ક્વોલિટી પણ સારી વાપરો છો , મહેનત પણ લગભગ સરખી ને સારી કરો છો, પાક સરક્ષણ પણ ખુબ સારું કરો છો તો બંને ને સરખું ઉત્પાદન મળવું જોઈએ એવું તમારું કહેવું છે ને ?? જુવો યાદ રાખો સમય ચુકી ગયા તો પણ પરિણામ બદલે , તમે તમારો સમય ક્યાં પસાર કરો છો ? તમારો મિત્ર ક્યાં તેનો વિચાર કરી જુવો, કદાચ રસ્તો મળી જાય , તમે બીજ એક સરખું લાવો એટલે કઈ સરખુંના ઉતરે !

હું તમને મારો એક અનુભવ જણાવું કદાચ તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું , જમીન નો કેટલો મોટો રોલ છે આપણી ખેતી માં તે સમજાશે ,

તમારી બાપદાદા એ દીધેલી બળુકી જમીનનો તમને ગર્વ હોય પણ એક દિવસ પાન ના ગલ્લે તમે ગામનો કહેવાતો હુંશિયાર ફાકે ચડ્યો હોઈ ને બધાને વાત મનાવી દે કે જમીનમાં ટાશ નાખવાથી જમીન સુધરે , તમે માની લીધુંને તમે જેસીબી વાળાને કહી પણ દીધું , આઘેની ધારે થી જ્યાં નિંદામણ પણ ઉગતું નથી ત્યાંથી ક્યારે ટ્રેક્ટર વાળો ખેતરમાં ઢગલા કરી ગયો એ તમને ઓહાણ ના રહ્યું ને તમને પહેલા વર્ષે ફાયદો દેખાણો પણ બીજા વરસથી બહારની માટી સાથે દાનમાં આવેલો સોડિયમ અને કેલ્શિયમ તમારી મરચી ને શું કરે તે હવે તમે બરાબર ધ્યાનથી વાંચો ,

ટાશ ભેગું આવેલ ખારાશ ધરાવતું સોડિયમ કેટાયન, પોટેશિયમ કેટાયનને મરચીના મૂળને લેવા નહિ દે, ભલે ને તમે પોટેશિયમ નું સારામાં સારું ખાતર નાખ્યું !

ક્લોરાઇડ ની હાજરી હશે તો નાઇટ્રેટ પણ અપ ટેક નહિ થાયને છોડ નબળા રહેશે ,
ભલે ને તમે પાડોશી જેટ્લુજ ખાતર નાખ્યું ,

તમે જ કહો આમાં કોનો વાંક ???

તમારે જમીન ચકાસણી કરાવીને જમીન સુધારણા કરવી પડે , ઝીંક વાપરવું , કેલ્શિયમ નાઇટ્રેટ નો પ્રયોગ કરવો ,
જોયું આપડે કેટલીયે ભૂલો કરીયે ને પછી વાંક બીજાનો કાઢતા હોઈએ છીએ જે આપણાને સૌથી વધુ આવડે છે,

આપણે દવાઓ પણ વેપારી આપે તે ગાંધારી ની જેમ આંખે પાટા બાંધીને લાવીએ અને બિન પ્રમાણ સાથે ભાગીયા પાસે છંટાવીએ અને છોડ ને દાઝ લાગે છે કે નહિ ? વિપરીત અસર ? અને કારણ ? આપણો કોઈ અભ્યાશ જ નહિ ને !!! બોલો શું કહેવું છે ?
400 X 90


Newer Posts Older Posts Home

મરચીના શ્રેષ્ઠ બિયારણો

નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો..

HTML tutorial

Advertisement



સ્ક્વેર એડ - 500/- 1 month

વાયરસ

નિષ્ણાંતનું માર્ગદર્શન

રોગ

POPULAR POSTS

  • ખેતીનો ફોર આર કોન્સેપટ શું છે ?
  • મરચીની ખેતીમાં આવતા કૂકડને અટકાવવા કેમ પહેલા જાગવું પડે ?
  • હ્યુમિક એસિડ શું છે ? કાળુ સોનું કેમ કહે છે ? 1
  • મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?
  • પાક ઉત્પાદનમાં અસર કરતુ પરિબળ જૈવિક અને અજૈવિક આઘાત
  • મરચીનો ફ્યુઝેરીયમ સુકારો
  • મરચીના પાંદડા પીળા થવાનું શું કારણ ?
  • મરચીના પાકમાં આવતા દબાણ -સ્ટ્રેસ શું છે ? જેના લીધે ઉપજ ઓછી મળે છે
  • પ્રોફેનોફોસ નામની દવા સાથે કઈ દવા ભૂલથી પણ ના ભેળવાય ?
  • કોપર હાઇડ્રોક્સાઇડ સાથે કઈ કઈ દવા ભેળવવાની મનાઈ છે ?
Powered by Blogger.

Powered by



Photo courtesy : google Image
Thank you courtesy Mr. Vimal Chavda - Mr. Devaraju
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for "Error Free" data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.

ખાસ નોંધ


• જે પાક વાવેતર કરવાના હો તેના વિશે અત થી ઈતિ જાણો. • દરેક પાક પુરો થયા પછી પાકને ખેતરમાં ઉભો છોડશો નહિ. પાકને ઉપાડી લ્યો અથવા ઉભા પાકના ઝડીયાને ગ્લાયફોસેટ છાંટીને પાકનો સંપૂર્ણ નાશ કરી દયો જેથી નુકશાનકારક જમીનજન્ય ફુગના રોગો અને જીવાત હવે પછીના પાકમાં ઓછું નુકશાન કરે. •રાતની ઠંડી અને દીવસની ગરમીના તાપમાનમાં ૧૫ ડીગ્રીનો ફેરફાર હોય તો રોગ-જીવાત આવવાની શકયતા વધે છે. રોગ જીવાત છોડમાં કેવા વાતાવરણના બદલાવ થી લાગે છે તે અગાઉથી સમજીને ખેતી કરો. • રોગ લાગ્યા પછી નુકશાન દેખાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. • રોજ તમારા મોબાઈલમાં આગલા દિવસનું તાપમાન ચકાસતા રહો. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. • પાક ઉત્પાદનનો આધાર જમીન, હવામાન, તાપમાન, હવાનું દબાણ-પવનની ગતી, જમીનની ફળદ્રુપતા, નિયમિત પાણી અને પોષણ જેવા અનેક અનેક પરિબળોને આધારે શુન્યથી મહત્તમ સુધી ઉત્પાદન મળી શકે. ખેતી એટલે કુદરત પર આધાર. • ઉત્તમ બીજ એ ઉત્તમ ખેતીનો પાયો છે. બીજ સીલબંધ પેકિંગમાં પ્રખ્યાત કંપનીનું લેવાનો આગ્રહ રાખો. • વૈજ્ઞાનિકો, કંપનીના અધિકારીઓ અને કૃષિનિષ્ણાંતનો સંપર્ક માટે તેમના નંબર તમારા મોબાઈલમાં સાચવો. • ખેતીની માહિતી તમારા મોબાઈલમાં મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં કૃષિ વિજ્ઞાન વેબસાઈટ ની મુલાકાત નિયમિત લેતા રહો અને રોજ દેશ અને દુનિયાના ખેતીના ટુંકા સમાચારો મેળવીને સમૃધ્ધ બનાવો. • જમીનના પૃથ્થકરણના આધારે પાકને પોષણ આપો. • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રીય તત્વો જમીનમાં ઉમેરો. જીવામૃત દર મહિને ઉભા પાકમાં પાણી સાથે પાવ. • અહિં આપવામાં આવતી. માહિતી કંપનીના ફાર્મમાં લીધેલા પ્રયોગોના આધારે છે. તેમાં સ્થળ, વાતાવરણ અને માવજતના આધારે ફેરફારને પાત્ર છે.

Followers

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates