આવતા વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી છે, સાચી માહિતી ક્યાંથી મેળવવી ?આવતા વર્ષે મરચીની ખેતી ખુબ મોટા પાયે થશે કારણકે આ વર્ષે મરચીના સારા ભાવ મળી રહ્યા છે , 
કપાસમાં ગુલાબી ઈયળ ની મુશ્કેલી છે , 
મગફળી માં વરસાદની આવશ્યકતા મોટી છે 
આ બધું જોતા મરચી એક વિકલ્પ તરીકે ઉભરી રહી છે , 

મરચીની ખેતીમાં થોડી સુજબુઝ અને સમયે સમયે પાક સરક્ષણ કરવાની તૈયારી હોઈ તો મરચીની ખેતી સારી છે  

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? 
કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? 

મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે 

સારું નીવડેલું  બિયારણ , 
પાળા ઉપર મરચી , 
મ્લચીંગ , 
ડ્રિપ અને સારા ફૂગનાશક અને 
ફર્ટીગેશન

મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે ? તે તમારો સવાલ ખુબ અગત્યનો છે 

1- એક તો તમે જાતે આ વર્ષે અત્યારે જે ખેડૂતો સફળ છે તેને  મળો અથવા ફોન કરી માહિતી મેળવતા રહો અને તમારી         ડાયરી માં નોંધો 

2- પ્રવીણ પટેલની ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો અને અમલ કરતા રહો 

3- સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબ માં જોડાવ  રાજકોટ ખાતે  માર્ચ -એપ્રિલ મહિનામાં મરચીની ખેતીનો સેમિનાર-2021 યોજાશે તેમાં ભાગ લ્યો અને મોટી મોટી કંપનીના કૃષિ નિષ્ણાંતને સાંભળવાનો મોકો મેળવો  અને તેની સલાહ સાંભળો, તમારું નામ નોંધાવવા આજેજ ફોન કરો 9825229966

4- કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ ભરો , આવતા વર્ષના મરચી વિશેષાંક વાંચવાનું ભૂલતા નહિ  તમારી મરચીની ખેતીમાટે ખુબ ઉપયોગી વિશેષ અંક આખી સીઝન તમને તમારા મરચીને  લગતા મુંજવતા દરેક સવાલ ના સચિત્ર જવાબ મળશે,  

5- પાળા ઉપર મરચાની ખેતીમાં ઘણા રોગો સામે રક્ષણ મળતું હોવાથી મરચીના ખેડૂતો અપનાવી રહ્યા છે તે પદ્ધતિને કંટ્રોલ ટ્રાફિક ટીલેજ કહે છે. આ અંગેની ટૂંકી  માહિતી  નીચે મુજબ છે 

આવતા વર્ષની જમીન તૈયાર કરવા રોટાવેટર ચલાવો, ઢેફા ભાંગો, જમીન ભરભરી બનાવી દો અને પછી 3 થી 4 વર્ષ પાળા એમને એમ રાખવાના સંકલ્પ સાથે પાળા બનાવો 
કૃષિ વિજ્ઞાન દોઢ મીટર એટલે કે ૫ ફૂટનાં પાળા  બનાવો તો ચાલે,  
હા, તમારી પાસે સાધન હોય તે પ્રમાણે તમારી જરૂરીયાત મુજબ પણ પાળા બનાવી શકાય, 
દર વર્ષે પાળામાં ખાલી સબસોઈલર (એકદાંતી વાળું કલ્ટીવેટર) ચલાવો. પાળો એમ ને એમ રાખો 

આવું કરવાથી હાર્ડપાન તૂટશે તેમાં સેન્દ્રિય ખાતર, રાસા. ખાતર આપી દો, બેડ ને પ્રેસ કરી દબાવી દો, બેડ રોલરથી ઠીક ઠીક દબાવી દો  તેના ઉપર ડ્રીપ નળી મૂકી મલ્ચીંગ કરી દો, જ્યાં ડ્રીપર છે ત્યાં મરચી નું બીજ ચોપો અથવા રોપ ચોપો તો રોપ ને જંતુનાશક દવામાં બોળી બોળીને વાવવું ભૂલતા નહિ. 

વધુ વિગતો તમને કૃષિ મિત્ર ક્લબ સેમિનારમાં અને કૃષિ વિજ્ઞાન મેગેઝીન વિશેષાંકમાં વાંચજો , આજેજ  કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 0 comments