તમે શાકભાજી ઉગાડતા હો તો એક પાક પૂરો થાય પછી તરતજ બીજો પાક કરતા હો તો ચેતી જજો .
સોલેનેસિ વર્ગના શાકભાજી રીંગણ , ટામેટા , મરચી વાળા ખેતરમાં મરચીની ખેતી સારી થતી નથી , એમ તો કપાસ અને મગફળી વાળા પડા માં પણ મરચીની ખેતી સારી થતી નથી ,
તમારા ખેતરમાં કે ખેતરના સેઢે રોગકારક હાજર હોય તો તમારા ખેતરમાં રોગ આવશે એટલે કે નીદામણ દુર કરો, શેઢાપાળા સાફ રાખો, જ્યાં તમે મરચી વાવવાના છો ત્યાં હાલ બીજો પાક ઉભો હોય કે તેના ઝાડિયા, થડ, ડાળખાં પડ્યા હોય તો તેનો સંપૂર્ણ નાશ કરવા પુરા થયેલા પાક ઉપર નોન સિલેક્ટીવ ગ્લાયફોસેટ નિદાંમણનાશક છાંટીને જુના પાકનો સંપૂર્ણ નાશ કરો ત્યારબાદ જમીન તપાવીને અને ઊંડીખેડ કરીને જ બીજો પાક (મરચી) વાવવી જોઈએ.
જમીન તૈયાર કરતા પહેલા જમીનને રોગકારક સામે સક્ષમ બનાવવા તમે બનાવેલા મરચીના પાળા - રેઝબેડ માં શું શું ઉમેરવું ? તે બરાબર જાણીને ઉમેરો અને હા , રોગકારકનો પ્રવેશ તમારા ખેતરમાં આવે નહિ તે માટે મજુર , ખેત સાધનો , મનુષ્યને પ્રવેશ નિષેધ અથવા સેનેટાઇઝ કરવા પડશે .

0 comments