મરચીમા લાગતો સુકારાનો રોગ પીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારકને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે. રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એ પ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, ગાદીકયારાની જગ્યા સારી પસંદ કરી ?રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો, બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપના થડે થડે ડ્રેન્ચિંગ કરો , ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે.તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળાને આપીને રોપ નર્સરીમા તૈયાર કરાવતા હો તો જે નર્સરી ઇન્સેક્ટ નેટનો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોય તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી તમે આપેલ બીજમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આવતા વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે