આ નીમેટોડ નું જીવનચક્ર શું છે ? આપણા ખેતરમાં રોપ સાથે કે બાજુના ખેતરમાંથી એક જોડી નીમેટોડ આપણા ખેતરમાં આવે તો શું થાય ?
આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા ૧ નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....
0 comments