બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે બેક્ટેરિયા થી થતો સુકારો
મરચીનો આ સુકારો બેક્ટેરિયાથી થાય છે. ફૂગથી થતો સુકારો અને બેક્ટેરિયાથી થતો સુકારો અલગ અલગ હોય છે.
બેક્ટેરીયલ વિલ્ટનો સુકારો નીચેના પાન પીળા પડવાનું શરુ થાય છે અને એકા એક કાયમી માટે આખો છોડ સુકાય જાય છે. આખો છોડ પીળો પણ નથી પડ્યો હોતો ને લીલેલીલો છોડ સુકાય જાય છે. મૂળિયું ચીરતા તેના થડમાં ભૂખરા કલરનો ભાગ જોવા મળે છે એટલે કે અચાનક તેના મૂળ પાણી ખેંચવાનું બંધ કરી દે છે. આ જમીનજન્ય બેક્ટેરિયા થી થતો સુકારો છે.
જુના મૂળ અને થડમાં લાંબા સમય સુધી આ રોગ સચવાઈ રહે છે તેથી મરચીવાળા ખેતરમાં મરચી વાવવી નહિ. આ રોગ આવવાનુ કારણ ખેતી કરતી વખતે કે નીમેટોડ ડંખ થી કે જમીનજન્ય જીવાતના મૂળમાં પડતા ઘાવને લીધે ત્યાંથી આ રોગ દાખલ થાય છે.
ખુબ ઊંચું તાપમાન અને વધુ પડતો ભેજ આ રોગના ફેલાવા માટે જવાબદાર છે, પાણી દ્વારા પણ આ બેક્ટેરિયા બીજા છોડમાં સુધી ફેલાઈ શકે છે. પ્રથમ ચિહ્ન દેખાય ત્યારે તુરત જ મૂળ પાસે બેક્ટેરીસાઈડ જેવી કે એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાય્ક્લીન) ૧૨ ગ્રામ/ પંપ અથવા કોપર + ફોઝેટાઈલ ૩૦ ગ્રામ/ પંપ નાખી નોઝલ કાઢી થડે થડે ડ્રેન્ચિંગ કરવું.
0 comments