
મરચી ની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ની જગ્યાએ સારા નિતાર વાળી જમીન માફજ છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથે ની જમીન હોય તે પડું પસંદ કરાય
તમારી જમીન નો પી એચ 6.5 થી 7.5 સુધી નો હોઈ તેવી જમીન માં મરચી નો પાક સારો થાય છે , મરચી માટે જમીન ની પસંદગી ની વાત છે ત્યારે એટલું યાદ રાખો કે મરચી માં જમીનજન્ય રોગકારક જેવાકે ફુગ , વાયરસ , બેક્ટેરિયા લાગવાની શક્યતા વધુ છે તેથી જમીન ની પસંદગી સારી કરો તમે બીજી જમીન પસંદ કરી ના શકો તેમ હો તો એટલું તો કરી શકો ને કે જ્યાં મરચી વાવેતર કરવાની છે ત્યાં ટામેટા , રીંગણાં , બટેટા , કપાસ કે સોયાબીન નું વાવેતર છેલ્લા 3 વર્ષ માં ના કરેલું હોય ,
પાક ફેરબદલી એટલે જરૂરી છે કે જમીનજન્ય રોગો તાજેતર ના પાક માં ઓછા નુકશાન કરે , યાદ છે આપણે આ અગાવ કીધું તું કે ઉપરોક્ત પાક પૂરો થાય પછી આગળ પાક ના જડીયા નો સંપૂર્ણ નિકાલ કરવા તરતજ ગ્લયફોસેટ છાંટી ને નાબૂદ કરી દો ,
હવે તમે કહેશો અમારે તો કપાસ વાળું પડું છે અને સાંઠી ખેંચી લીધા પછી ખેતર તપેલું છે , ઊંડી ખેડ કરી છે , છાણીયું પૂરું ભર્યું છે તો તમને કહેવાનું કે તો પણ તમારે જમીનજન્ય રોગ આવશે , થોડો ફાયદો લેવો હોઈ તો પાળા કરી તેમાં મરચી વાવજો , બાકી પાક ફેરબદલી કરવી જરૂરી છે
આ વર્ષના અનુભવે આવતા વર્ષે પણ મરચીની ખેતી સારી થશે તો આજથીજ નક્કી કરો કે ખેતરની વાત ચેનલ સાથે જોડાઈને આવતા વર્ષની ખેતી પાળા ઉપર,મ્લચીંગ , ટેકા પદ્ધતિથી કરીને ખૂબસારું ઉત્પાદન લેવું છે , તો કરો તૈયારી
વાંચતા રહો આપણી મરચીની ચેનલ ખેતરની વાત

0 comments