મરચીમાં આવતો કુકડ મરચીમાં કેવી રીતે આવે છે ? સફેદમાખી કઈ રીતે નુકશાન કરે ?



લીફકર્લ એટલે શું ? લીફકર્લ હોય ત્યારે પાંદડા કેવા થઈ જાય ?

નીતિન ભાઈ તમારો પ્રશ્ન ખુબ જ અગત્યનો અને બધા માટે જાણવા યોગ્ય છે. લીફકર્લ એક વાયરસ છે લીફકર્લ ને લીધે પાંદડા કોક્ડાઈ જાય છે. અને ઉપર દર્શાવેલા ફોટા જેવા થઇ જાય છે. પાનની સપાટીઓ ઉપસી આવે છે. આપણે જાણીએ છીએ કે મરચીની અંદર ૧૬ પ્રકારના વાયરસ આવે છે. આ બધા વાયરસ મોટેભાગે ચુસીયા જીવાત જેવી કે સફેદમાખી, થ્રીપ્સ, મોલો દ્વારા આપણા પાકમાં ફેલાય છે.

આપણા પાકમાં મરચીનો વાયરસ ન આવે તે માટે ચુસીયા જીવાતોનું સફળ નિયંત્રણ કરવું જરૂરી છે.

મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં લીફ કર્લ વાયરસ વધુ આવ્યો છે. આંધ્રપ્રદેશ ભારતનો મરચી ઉગાડતું રાજ્ય છે. ત્યાં મોનોક્રોપીંગ થતું હોવાથી અથવાતો પાકની ફેરબદલી ઓછી થતી હોવાથી મરચીમાં જ્યારે ચુસીયા જીવાત આવે છે ત્યારે એપેડેમીક રીતે મરચીનો લીફકર્લ વાયરસ ફેલાય છે.

આ લખાય છે ત્યારે પણ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં લીફકર્લ વાયરસ આવ્યો તેવા સમાચાર છે. એક વાર લીફ્કર્લ આવી જાય પછી તેનું નિયંત્રણ કરવું ખુબ જ કઠીન હોય છે. તેને તમારી મરચી માં આવા એકલ દોકલ છોડ હોઈ તો તેને ઉખાડીને બાળી નાખો ,

જો રાખશો અને આ ઉપદ્રવીત છોડ પર જેટલા ચુસીયા હશે તે છોડ ના ચુસીયા જેટલા છોડ પર જશે ત્યાં આ લીફ કર્લ વાઇરસ ફેલાશે પછી તમે કઈ નહિ કરી શકો


વાંચતા રહો મારી ચેનલ ખેતરની વાત.



મરચી ઉગાડનાર ખેડૂતોને પજવનારો અને ખુબ જ નુકશાન કરનારો કૂકડ રોગ

૧૬ પ્રકારના વાયરસથી થાય છે.

જેમાં મુખ્ય કુકુબર મોઝેક વાયરસ (CMV) મોલોથી પ્રસરે છે.

ચીલી વેઈનલ મોટેલ વાયરસ (CVMV) મોલોથી પ્રસરે છે.

ચીલી લીફ કર્લ વાયરસ (CLCV) સફેદમાખીથી પ્રસરે છે.

મગફળી બડ નેક્રોસીસ વાયરસ (GBNV) થ્રીપ્સથી પ્રસરે છે.

ટૂંકમાં

ચુસીયા જીવાત જેવી કે મોલો, સફેદમાખી અને થ્રીપ્સ મરચી માં વાયરસ દ્વારા કૂકડ લાવે છે તે હમેશા યાદ રાખો.

ચુસીયા જીવાતના નિયંત્રણ માટે તમારા ખેતરમાં કઈ ચુસીયા જીવાત છે તે જાણવા અને નિયંત્રણ કરવા

યલો સ્ટીકી ટ્રેપ ખાસ લગાડો.


0 comments