ChiLCV ચીલી લીફ કર્લ વાઈરસ એ મરચી ઉગાડનાર ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તેનું નિયંત્રણ કરવા માટે જંતુ દવા દ્વારા સફેદ માખીનું નિયંત્રણ સતત કરવું તે ખૂબ મહત્વનું છે
બીજના ઉગવાથી શરૂ કરી રોપ કરો ત્યારે રોપ ની નર્સરી ઉપર 40 થી 50 મેશ ની ઇન્સેક્ટ નેટ અથવા તો ગ્રો કવર લગાડો , સફેદમાખી આ વાઇરસ ફેલાવ્યા કરે છે એમાંય જેના રોપમાં સફેદમાખી આવી તેને કુકડ આવ્યો જ સમજો
આ કૂકડ પાંદડાની નસો પીળી પાડે છે પાન ઉપરની તરફ કુકડાઈને વાટકા જેવા થઇ જાય છે અથવા તો પાનની કિનારી વળી જાય છે
મરચીના ઉપરના પાન ઝુમર જેવા થઇ જાય છે છોડનો વિકાસ અટકી જાય છે વેપારીઓને સમજાતું નથી કે શું કરવું ? તેથી એક નહીં બે નહીં પાંચ પાંચ દવાનું મિશ્રણ છાંટવાની ભલામણ કરે છે ઘણા તો જીબ્રેલીક એસિડનો સ્પ્રે કરાવે છે
પણ સાચું શું ?
સાચું છે સફેદ માખીનું પહેલાથી નિયંત્રણ મરચીમા ફરતે જુવાર/મકાઈના ચાસ કરો અને વચ્ચે વચ્ચે જુવાર/મકાઈના ચાસ કરો અને તેમાં નિયમિત દવા છંટકાવ કરો.
સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨૫ મિલી/ પંપ અથવા
મિયોંથ્રીન
વારાફરતી ઉપયોગ કરવા.
મરચીની ખેતીમાં શરૂઆત થી કાળજી ખુબ અગત્યની છે. મરચીમાં સૌથી વધુ નુકશાન લીફ કર્લ વાયરસનું થાય છે
એટલે કૂકડનું.
આ કુક્ડ રોગ છોડમાં આવે છે ક્યાંથી ? તે સમજી લ્યો,
કૂકડ રોગનો વાયરસ મરચીમાં સફેદમાખીથી ટ્રાન્સફર થાય છે. સફેદમાખી તેનો ફેલાવો કરે છે
એટલે એનો મતલબ એ થયો કે રોપથી શરુ કરીને ફેરરોપણી પછી બે મહિના તો ખાસ સફેદમાખી આવવા ન દો, ડ્રીપમાં જંતુનાશક પાવ, નીમ છાંટો, ખેતર માં રોજ આંટો મારો, ટૂંકમાં રોપણી પછી બે મહિના છોડને સફેદમાખી થી બચાવો.
સફેદમાખી નહિ આવે તો વાયરસ નહિ આવે, કુક્ડ વાળા છોડ દેખાય તો એકલ દોકલ છોડને ઝડપથી ખેતરમાંથી કાઢી નાખો અને બાળી નાખો. સોસીયલ ડીસ્ટન્સ ની તમને ખબર છે અહીં પણ તેવું કરો
ફેરરોપણી પછી ૨૦-૨૫ દિવસ સફેદમાખી થી મરચીના છોડને દુર રાખવા છોડને ઝેરી બનાવો, ડ્રીપ હોય તો ડ્રીપમાં ઈમીડાક્લોપ્રીડ, કોન્ફીડોર, એકતારા, ડેન્ટોપસુ જેવી જંતુનાશકમાંથી કોઈપણ એક આપી ૨૦-૨૫ દિવસની રાહત મેળવી શકો.
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન વારા ફરતી છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
સફેદ માખીની હાજરી જાણવા આખા ખેતરમાં પીળા સ્ટીકી ટ્રેપ લગાડો અને ઉપદ્રવ નું અવલોકન કરતા રહો ,
સફેદમાખી આવી ગઈ તો તરતજ પગલાં લ્યો પછી કહેતાં નહીં કે મરચીમાં કુક્ડ આંટો લઇ ગઈ છે
લીફકર્લ વાઇરસ
રોગકારક : CLCV વાઇરસ
લક્ષણ :
લીફકર્લ એક વાયરસ છે લીફકર્લ ને લીધે પાંદડા કોક્ડાઈ જાય છે ઉપર દર્શાવેલા ફોટા જેવા થઇ જાય છે. પાનની શિરાઓ સપાટીઓ ઉપસી આવે છે. પાન કુકડાય જાય છે , છોડ ની વધ અટકી જાય છે . ફળ લગતા નથી .
કારણ :
આપણે જાણીએ છીએ કે મરચીની અંદર ૧૬ પ્રકારના વાયરસ આવે છે. જેમાં મુખ્ય કુકુબર મોઝેક વાયરસ (CMV) મોલોથી , ચીલી વેઈનલ મોટેલ વાયરસ (CVMV) મોલોથી , ચીલી લીફ કર્લ વાયરસ (CLCV) સફેદમાખીથી અને મગફળી બડ નેક્રોસીસ વાયરસ (GBNV) થ્રીપ્સથી પ્રસરે છે.
જે વિસ્તારમાં મરચીનું મોનોક્રોપીંગ થતું હોય અથવાતો પાકની ફેરબદલી ઓછી થતી હોય ત્યાં મરચીમાં જ્યારે ચુસીયા બહુ ત્યારે એપેડેમીક રીતે મરચીનો લીફકર્લ વાયરસ ઝડપથી ફેલાય છે. એક વાર લીફ્કર્લ આવી જાય પછી તેનું નિયંત્રણ કરવું ખુબ જ કઠીન હોય છે .
માવજત :
મરચી માં આવા એકલ દોકલ છોડ હોય તો તેને ઉખાડીને બાળી નાખો , જો રાખશો અને આ ઉપદ્રવીત છોડ પર જેટલા ચુસીયા હશે તે ચુસીયા અન્ય છોડ પર જશે ત્યાં આ લીફ કર્લ વાઇરસ ફેલાશે પછી તમે કઈ નહિ કરી શકો, રોપ ચુસીયા ના ઉપદ્રવ વગરનો વાવો , ખેતર ચોખ્ખું રાખો , મરચીના ખેતરમાં પીળા ચીકણા કાર્ડ લગાવી સફેદમાખી અને ચૂસિયાંનું અવલોકન કરતા રહો અને સફળ નિયંત્રણ કરો ,સતત ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રે કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
નિયંત્રણ :
સફેદમાખીના નિયંત્રણ માટે પાયરોપ્રોક્સિફેન , ફેનપ્રોફેથરિન , મિયોથ્રિન નો છંટકાવ કરી સફળ નિયંત્રણ કરો
લાનો (પાયરોપ્રોક્સિફેન) અથવા
ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) અથવા
પેગાસસ (ડાયફેન્થુંરોન )અથવા
ઓબેરોન (સ્પાયરોમેસીફેન) અથવા
સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨અથવા
મિયોંથ્રીન અથવા સાયન્ટ્રાનિલીપ્રોલ અથવા થાયાક્લોપ્રીડનો
વારાફરતી પ્રયોગ કરવો , દર 15 દિવસે PSAP ખાતરનો છટકાવ કરતો રહેવો
મરચીની ખેતીમાં વાયરસ આવતો અટકાવવા પહેલું પગથીયું છે મરચીના બીજ માંથી તૈયાર થતા રોપના શરૂઆતના દિવસોની પુરેપુરી કાળજી એટલે કે બીજમાંથી રોપ તૈયાર થાય તે પ્રથમ ૩૦ થી ૪૫ દિવસ રોપ ઉછેર વખતે એક પણ પ્રકારની ચુસીયા જીવાત રોપમાં લાગવી જોઈએ નહિ તે માટે જરૂર પડે તો જ્યાં નર્સરી એટલે કે રોપ ઉછેર કર્યો છે ત્યાં રોપ ને ઇન્સેક્ટ નેટ (૬૦ થી ૮૦ મેશની નાઈલોન નેટ) ની અંદર કરો,
નર્સરી રોપ જ્યાં કર્યો છે તે ગાદીકયારો બેડની માટીમાં ફ્યુરાડાન નાખો. રોપની ફેરરોપણી કરો ત્યારે ૧ મહિનો ચુસીયાથી બચી રહ તે માટે ઈમીડાક્લોપ્રિડના ૧ મિલી દવા /૨ લીટર પાણીમાં નાખી મૂળને બોળીને ફેરરોપણી કરો.
ફેર રોપણી કરતા પહેલા નર્સરીના રોપ ઉપર ફીપ્રોનીલ અથવા થાયોમેથોકઝામનો છંટકાવ પણ કરો. જ્યાં ફેરરોપણી કરવાની છે ત્યાં જમીનમાં ફ્યુરાડાન જરૂર નાખો અને ડ્રીપ અને મલ્ચીંગ કરો તો મરચીની ખેતી માટે ખુબ સારું છે.
એક વાત પ્રવીણભાઈની યાદ રાખો કે જો રોપ માં ચુસીયા ખાસ કરી ને સફેદ માખી આવી હોય તો વાયરસ મૂકી ગઈ છે તેટલે તમારી મરચી માં કુક્ડ આવશે તે નક્કી છે , તો જાગવાનો સમય કયો ?
હવે અત્યારે જાગ્યા હો તો સતત ચૂસિયાંનું નિયંત્રણ કરો , છોડ ને પ્રતિકારક બનાવવા પોષણ આપો , કુક્ડ વાળા છોડ માં છોડમાં પ્રતિકાર શક્તિ લાવવા પંપે 80 થી 100 ગ્રામ. PSAP ખાતર નાખી ઘાટો સ્પ્રેય કરો , ચુસિયામાટે સારી દવા પસંદ કરો
મરચીમા લાગતો સુકારાનો રોગ પીથીયમ , રાયઝેકટોનિયા કે ફ્યુઝેરીયમ જુદા જુદા રોગકારકને લીધે લાગતો હોય છે ઉગતા જ બીજને લાગે તો તે ઉગસુક કહેવાય છે જેમાં છોડ ઉગ્યા પછી મૂળમાં સુકારો લગતા છોડ સુકાય છે. રોપ જ્યાં કરો ત્યાં પહેલાથી રોપ નાખતા પહેલા રોપણી જગ્યા એ પ્લાસ્ટિક પાથરીને સૂર્યના તાપથી જમીન સેનિટાઇઝ કરવા માટે સોઇલ સોલરાઈઝેશન કરો પ્લાસ્ટિક પાથરી જમીન તપાવો, ગાદીકયારાની જગ્યા સારી પસંદ કરી ?
રોપમાં વધુ પડતું પાણી ન આપો, રોપ ઉપર પાણી ન છાંટો, બાવીસ્ટીન સાથે એલીયેટ ૩૦ ગ્રામ પ્રતિ પંપમાં અથવા રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ પંપમાં નાખી નોઝલ કાઢી રોપના થડે થડે ડ્રેન્ચિંગ કરો , ચુસીયા જીવાતથી બચાવવા રોપ ઉપર ઇન્સેક્ટ નેટ નાખો અને સફેદમાખી થી રોપને બચાવો નહીંતર સફેદમાખી તમારા રોપમાં વાઇરસના ઇન્જેકસન આપી જસે તો ફેરરોપણી પછી તમારા પાકમાં કુક્ડ આવશે , યાદ રાખો કુક્ડ લાવવા માટે સફેદમાખી વાહક છે.
તમે પસંદ કરેલ બીજ નર્સરીવાળાને આપીને રોપ નર્સરીમા તૈયાર કરાવતા હો તો જે નર્સરી ઇન્સેક્ટ નેટનો ઉપયોગ કરીને સારો અને તંદુરસ્ત રોપ બનાવતી હોય તેવી સર્ટિફાઈડ નર્સરીમાંથી તમે આપેલ બીજમાંથી રોપ તૈયાર કરાવો , તમારો આ આગ્રહ તમારી આવતા વર્ષની મરચીની ખેતીમાં જીત અપાવશે
મરચીની ખેતીમાં રોગ આવે છે તેનો ઉકેલ દવા નથી પરંતુ ખેતી પદ્ધતિ જેટલી સુધારો તેટલી મરચી સારી થાય.
મરચીનો રોપ એટલે તંદુરસ્ત ધરું તૈયાર કરવું ખુબ કાળજી માંગી લે તેવું કાર્ય છે તમે જયા રોપ કરવાના હો તે જગ્યા રોગ કારક અને નિંદામણ અને જમીનજન્ય ફૂગ થી મુક્ત જોઈએ .
ગયા વર્ષે મરચી હોય તો પડામાં મરચીનો રોપ ન કરાય, રીંગણા, મરચા કે કપાસ વાવ્યો હોય ત્યાં મરચીનો રોપ ન કરાય, જ્યાં રોપ કરવો છે ત્યાં ૬ ઇંચનું ઘઉં નું કુવળ નાખી સળગાવો ને જમીનને તપાવો , ઠંડી પાડવા દયો, ગાદી ક્યારા બનાવો, ઇન્સેક્ટનેટ મંગાવી રાખો, સારું બીજ પસંદ કરો . ગાદી ક્યારામાં છુટું છુટું બીજ રોપો ને ઝારાથી કે ચાળણી વડે પાણી પાવ , ગાદીકયારાને નિક બનાવી પાણી આપો જેથી ગાદીકયારો રીજી રીજીને પીવે , રોપને ખપેડી થી બચાવો, જરૂર પડે તો ગ્રીન નેટ થી છાંયો કરો , નિયમિત રીડોમિલનું ડ્રેન્ચિંગ કરો,રોપ ઉપર પાણી છાંટતા નહિ, ઇન્સેક્ટ નેટ થી રોપની જગ્યા ઢાંકો જેથી ચુસીયા જીવાત થી રોપને બચાવી શકાય .શક્ય હોય તો પ્રો ટ્રે માં કોકોપીટ , માટી અને વર્મીકમ્પોસ્ટ દ્વારા રોપ તૈયાર કરો અથવા સારામાં સારું બીજ જાતે ખરીદીને સર્ટિફાઈડ નર્સરી વાળાને પોતાનું બીજ આપીને પોતાનો રોપ ઇન્સેક્ટ નેટમાં બનાવડાવો