સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબના કૃષિ મિત્રો છેલ્લા 2 વર્ષથી મિટિંગમાં કેમ મળ્યા નથી ?




થોડા દિવસથી રોજ કૃષિ મિત્રોનો ગામે ગામ થી ફોન આવે છે કે આ વર્ષે કૃષિ મિત્ર ક્લબની મિટિંગ છે. ? 

મિત્રો માહિતી એ ખેતીની સફળતાનો રસ્તો છે , જ્યાંથી મળે ત્યાંથી લ્યો , આજના ટેક્નોલોજીના યુગમાં આંખ કાન ખુલા રાખી જોડવા જેવું છે અમે કૃષિ મિત્ર ક્લબ ની મિટિંગ રાખીયે છીએ , છેલ્લા 2 વર્ષથી આપણે મિટિંગ રાખી શક્યા નથી  



સ્માર્ટ કૃષિ મિત્ર કલબના ખેડૂતો દર વર્ષે વાર્ષિક મિટિંગ માં મળતા હતા , આ મિટિંગ માં આવવા 500 થી વધુ ખેડૂતો તૈયાર હોય  પણ અમે દર વર્ષે ફક્ત 250 ખેડૂતને મિટિંગ સેમિનાર માં પ્રવેશ આપતા

આ મિત્રો 250 રૂપિયા ફી ભરીને સેમિનાર માં આવે તો પણ દર વર્ષે થોડા મિત્રો ને પ્રવેશ આપી શકતા નહિ , આ બધા દર વર્ષે જીંડવા હરીફાઈ હોય  કે મરચી કે ટામેટીના ઉત્પાદન માં હરીફાઈ માં એવોર્ડ મેળવતા અને પોતાની સફળ વાર્તા થી 700 થી વધુ ખેડૂતો ને પોતાની સફળતાનો સંદેશ કહેતા  કે ખેતી કરવા જેવી છે, આમ અમારું મિશન આગળ વધતું ગયું

વૈજ્ઞાનિક ખેતીની માહિતી માટે અમો પુના , બેંગ્લોર , દિલ્હી થી વિષય નિષ્ણાત ને બોલાવતા આ મિટિંગ કે સેમિનાર માં એક ખેડૂત પાછળ અંદાજે 750 નો ખર્ચ આવતો પણ અમે સેમિનાર સ્પોન્સર કરાવી ને પૂરું કરતા , 

આ લોકડાઉને નવો રસ્તો દેખાડ્યો અમારા સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબ ના 500 ખેડૂતો માટે શરુ કરેલ ટેલિગ્રામની ચેનલ ખેતરની વાત આજે તમારા જેવા નવા ખેડૂતોને પણ ઉત્પાદન વધારવામાં મદદ કરી રહી છે તેનો મને આનંદ છે

બીજ માટે અમાંરો એક સંપર્ક તમારી પસંદગી સફળ બનાવશે 

9825229766









0 comments