રોગકારક :
જે વિસ્તારમાં સીધા સપાટ ક્યારામાં મરચી થતી હોય પાળા ઉપર મરચી વાવવામાં આવતી ન હોય, જે વિસ્તાર માં વર્ષો થી મરચીની ખેતી થતી હોય ત્યાં પાળા બનાવવામાં ન આવતા હોય ત્યાં ફાયટોપથોરા રોગ વધુ દેખાય છે .
ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે કે એક પ્રકાર ની વોટર મોલ્ડથી થતો સુકારો છે, આ રોગ મરચીના પાક ને 100 ટકા સુધી નું નુકશાન કરી શકે છે . ફાયટોપથોરાને 24 થી 29 સેન્ટિગ્રેડ તાપમાન અને 18 સેન્ટિગ્રેડ જમીન તાપમાન અનુકૂળછે એટલેકે 24 સે. થી + - 4 ડિગ્રી એટલે કે 4 ડિગ્રી ની વધઘટ હોય અને જમીનનું તાપમાન 18 સેં . થાય ત્યારે ફાઇટોપથોરા દેખાય છે .
રોગ ના લક્ષણ :
થડ ઉપર કાળો ડાઘ પડે , છોડ, મૂળ અને પાંદડા ખરી જઈને છોડ ઉભો સુકાય તે રોગને ફાય્ટોપ્થોરા બ્લાઈટ કહે છે.
આ ફાયટોપ્થોરા રોગકારકને લીધે થાય છે. પાંદડા ઉપર ઘાટા લીલા ડાઘ કે ફળ પણ થોડો સમય ઘાટા લીલા બની જાય છે. આ રોગ વધુ ભેજ સાચવતી જમીનમાં વધુ થાય છે .
ખુબ જ મોટું એટલે 100 ટકા સુધીનું નુકશાન કરી શકતો ફાયટોપથોરા રોગ મરચીની ખેતીનો મોટો દુશ્મન છે , આ રોગ ના રોગકારક 4 વર્ષ સુધી જમીનમાં પડ્યા રહે છે . જમીનમાં પડેલા રોગકારક વરસાદના ઝાપટા સાથે પાંદડા પાર આવે છે અથજવા પાણી સાથે ખુલ્લા ધોરીયા માં પાણીના વહન ની દિશામાં આ રોગ આગળ વધે છે, રોગકારક એક વાર છોડના મૂળ કે થડ ને લાગે પછી તો હજારો રોગકારક ફેલાવે છે . સુકાય ગયેલ છોડના જડીયામાં પણ રોગકારક હોય છે જે ખેતરમાં પડી રહ્યા હોય તો બીજા વર્ષે ફરી પોતાનું જીવન મરચીના પાકમાં આગળ વધારે છે . બે હાર વચ્ચે ગ્રીન મ્લચીંગ ઘઉંનું કુવલ નાખો અથવા મ્લચીંગ કરીને મરચીની ખેતી કરો .
ચોમાસામાં શું કાળજી લેવી :
ફાયટોપથોરા માટે ફુગનાશક બહુ કામ આવતા નથી પણ તેનાથી બચવા ખેતી પધ્ધતિ બદલો એટલે કે પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ સાથે મરચીની ખેતી કરો .
પવનને લીધે મરચીનો છોડ ડગડગે નહિ તેની કાળજી લ્યો , મરચીની હાર ઉપર દર દશ ફૂટે લાકડું ખોડી તેમાં દોરી કે તાર બાંધીને છોડને ટેકો આપો , પાણી અને હવાથી આ રોગ પ્રસરે છે , ઝાપટ વાળો વરસાદ થી વધુ ફેલાય છે
છોડ પવનથી હલી હલીને જમીન અને થડના જોડાણ પાસે કોન આકારનો ખાડો બનવો જોઈએ નહિ નહીંતર વરસાદ નું પાણી ત્યાં ભરાશે તો પછીથી ફાઇટોપથોરા જરૂર આવશે ,
ઘાટું વાવેતર ના કરો અને ચાસ માં લાકડા ખોડી ને દોરી થી મરચીના છોડ ને ટામેટીની જેમ બાંધો
એક વાર ફાયટોપથોરા લાગ્યા પછી રોગ ને અટકાવી શકવું ઘણું મુશ્કેલ છે તે યાદ રાખજો . જો તમારી જમીનમાં આ રોગ આવતો હોય તો 4 વર્ષ મરચીનું વાવેતર બીજા ખેતરમાં કરો .
પ્રિ હાર્વેસ્ટ ઈન્ટરવલ એટલેકે ફળ આવે તે પહેલા ડ્રેનચિંગ અને સ્પ્રે કરો ,સેન્દ્રીય તત્વો વધુ નાખો .મેટાલેક્સિલ આ રોગમાં કામ આવતું માંથી
બઝારમાં મળતા નવા ફુગનાશક :
મેલોડી ડુઓ (ઇપ્રોવાલીકાર્બ + પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/પંપ અથવા
પ્રોલીફર (ફોસેટાઈલ+ ફ્લુઓપીકોસાઈડ) ૩૦ ગ્રામ/પંપ અથવા
ઇક્વેકશન પ્રો. (ફેમોક્ષાડોન + સાયમોક્ષાનીલ) ૨૫ ગ્રામ/પંપ
રેવુસ (મંડીપ્રોપેમાઇડ) નું ડ્રેન્ચિંગ કરવું.
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
0 comments