વરસાદ પછીની માવજત -ભાગ- ૧૫. પાલર પાણી : મરચીમાં વધુ વરસાદ પછી પાલર પાણી પાવાથી ફાયદો થાય ?



મૂળ પ્રશ્ન વિચારોને , મરચીની ખેતીમાં સારા નીતાર વાળી જમીન જોઈએ તેવું કેમ નથી વિચારતા ? સેન્દ્રીય તત્વોનું ઉમેરણ વાળી જમીનમાં મરચી કરો અને સપાટ જમીનમાં મરચી કરવા ને બદલે પાળા ઉપર ખેતી કરો.

હવે તમારો જવાબ સતત વરસાદ પડે એટલે જો તમારી જમીન હાર્ડપાન કઠણ હોય તો પાણી ઉતરશે નહિ, પાલર પાણી થી કોઈને ફાયદો થયો હશે પણ શું થયું હશે તે તો સમજો.

વધુ વરસાદથી નીચેના મુળિયા કામ કરતા બંધ થયા અથવા વધુ પાણીને લીધે ખતમ થઇ ગયા છોડ ઉપરના તંતુમૂળને વધુ ફેલાવશે. તમે જોજો વધુ વરસાદ પછી ૧૦-૧૫ દિવસે જમીન ઉપર પાતળા મુળિયા દેખાય હવે આ મુળિયા સાવ ઓછું પાણી લઇ શકે તમે જો સાવ હળવું પિયત આપો તો ફાયદો નહિતર છોડ મરી જાય. ડ્રીપ વાળાને આવા વખતે બહુ મોટો લાભ થાય કારણ કે તે ધાર્યું પાણી આપી શકે.

પાલરપાણી નહિ પાળા કરવા અને તેમાં મરચી વાવવી તે તમારો ઉકેલ છે.








0 comments