આપણે ખેડૂત છીએ, આપણે પાક ઉત્પાદન લેવું છે, તેથી આપણો પાક મરચી હોય કે કપાસ, મગફળી હોય કે ટામેટી રોગ-જીવાતનું નિયંત્રણ કરવું પડે.
પાક નું સતત રોજ રોજ અવલોકન કરીયે તો જયારે જીવાત દેખાય ત્યારે દવા છાંટવાની હોય તો જીવાત ના નુકશાન માંથી બચાવી શકાય
પણ રોગમાં એવું નથી. રોગ દેખાય ત્યારે છાંટો તો ઘણું મોડું થઈ ગયું હોય.સમજાય છે
રોગ કેવા સંજોગો, સમય, હવામાનમાં આવે તેનું જ્ઞાન મેળવી અવલોકન અને ધ્યાન રાખતા રાખતા તેમાં પાક સંરક્ષણ કરવાનું હોય. આ વાત ગાંઠે બાંધી રાખજો
અત્યારે વરસાદ નથી ત્યારે ડ્રિપ છે તે મિત્રો મરચીમાં ઉમર પ્રમાણે મરચીમાં પાણી વધુ આપવું પડે, ઉમર પ્રમાણે ક્રોપ ફેક્ટર બદલે, દા.ત. મરચી ફૂલે ફાલે છે અને મરચીનો વાસ્પિકરણ ક્રોપ ફેક્ટર ૧ છે તો જેટલું બાષ્પીભવન છે એટલું પાણી આપવું જરૂરી,
જો એક એકરની મરચી હોય તો ૨૦,૦૦૦ લીટર પાણી આપવું જરૂરી જેટલો વધુ ફાલ તેટલું પાણી વધારવું પણ જરૂરી.
ડ્રીપ થી પાણીનું ચોક્કસ વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરી શકાય જે લાભ ખુલ્લા પાણી માં મળતો નથી , એટલે તો હું વારંવાર કહું છુ કે ડ્રિપ વસાવો....
ખુલ્લા પાણી માં કાળજી ન લઇને રેડ પાણી એટલે કે ખુલ્લું પાણી વધુ અપાય જાય તો રોગ-જીવાત નો ઉપદ્રવ પણ વધે અને મહામૂલું પાણી બગાડે એટલે ઉપજ ઉપર તમારું ધ્યાન હોય તો વૈજ્ઞાનિક અભિગમ કેળવો, સારા મિત્રો રાખો, મારો બ્લોગ વાંચો, ડ્રિપ વસાવો , નકામા ગ્રુપ માંથી નીકળી જાવ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવો
400 x 90
--
--
ખેડૂત તરીકે હવામાન એટલે તાપમાન, ઠંડી, પવન, ભેજ, વરસાદ, પાણીની અછત વગેરેના સંદર્ભે સમજવું જોઈએ.
આ બધું ટેકનિકલ અને વધુ વૈજ્ઞાનિક ન થાય તે રીતે ફરી એકવાર સમજાવું તો દા.ત. વરસાદ પડયો છે, પડામાં પાણી ભરાયા છે, પછી તડકો તીવ્ર નીકળે છે ત્યારે શું થશે?
રોગ આવવાની શક્યતા વધી જશે. પરિપક્વ ફળ અને ફૂલ પાટલામાં ખરી પડશે. પાણીના નિકાલના અભાવે તમારી જમીનનો પી.એચ અને જમીન ભસ્મીક છે કે અમ્લીય તે છોડ પર નુકસાન દેખાડશે.
પોષક તત્વો આવા બધું ભેજવાળા મૂળ પ્રદેશ ને લીધે છોડ ઉપાડશે નહીં ઉપરથી કોઈ દવા છાંટશો તેનું પ્રમાણ યોગ્ય નહીં હોય તો નુકસાન પણ કરશે કારણ છોડ સ્વયં નબળો છે, યાદ રાખો છોડ ને તણાવમાંથી પહેલા કાઢવો પડે
તેવી જ રીતે બીજી પરિસ્થિતિમાં હવામાન કેવી રીતે નુકસાન કરે ? તે જોઈએ .
દાખલા તરીકે સાવ ઓછો વરસાદ છે ગરમી છે વાતાવરણમાં થોડો ભેજ છે છોડમાંથી ગરમીના લીધે વધુ ઉત્સવેદન વાસ્પિકરણ થાશે છોડને પાણી આપવું આવશ્યક છે પણ પાણી નથી અપાતું તો......?
છોડનો વિકાસ અટકશે પણ સાથે સાથે આવા વાતાવરણમાં જીવાતો ચૂસીયાનો એટેક વધશે તમે દવા છાંટવામાં પાણીનું પ્રમાણ ઓછું રાખશો તો ઔર નુકસાન થશે મૂળ પાણી તરસે છે તેથી તે જીવન ટકાવવા તંતુમૂળ ફેલાવશે એવા સમયે તમે પાણી હોય તો છોડ બચશે નહીંતર છોડ પોતાનામાં વિકૃતિ લાવી દેશે......
છોડ પણ જીવંત છે તેને આજુ બાજુના આઘાતો માંથી બચાવવો તે ખેડૂત તરીકે નું કામ છે , જો બચાવીએ તો છોડ ઉપજ આપવા તૈયાર છે પણ પોતેજ આઘાત માં છે ફળ ને શક્તિ આપે કે પોતે ટકી રહે ....
એક દાખલા સાથે સમજીએ આપણું ખેતર ખુલ્લા આકાશ નીચે છે જ્યાં સુરજ ની ગરમી છે, પવનની ઝડપ છે, આપણા છોડ જીવંત છે તેનું શ્વસન છે આમ વરસાદ થી પડેલું પાણી હોય કે વાતાવરણમાં રહેલો ભેજ કે આપણે આપેલું પાણી, તાપમાન, પવનના લીધે કે છોડના શ્વસન (રેસ્પીરેશન) ને લીધે જેટલું ઉડે તે આંક ને બાષ્પીભવન આંક કહે છે.
દા.ત. વરસાદ નથી તમે એક થાળીમાં ૧ લીટર પાણી ૨૪ કલાક સુધી મુકો તો પાણી ઘટે કે એમને એમ રહે ?
આ જે ઘટાડો ૨૪ કલાકમાં થાય તે મીલીમીટરમાં માપવામાં આવે છે. આ એવી જ રીતે છોડમાંથી પણ પાણી ઉડે તેને ઇવોપોટ્રાન્સ્પિરેશન કહેવાય.
જેમ ઘાટું વાવેતર તેમ વધુ બાષ્પીકરણ થાય , પાનની ચીકાશ, જાડાઈ પણ તેના ઉપર અસર કરે , ૧ એકર રજકામાંથી વધુ પાણી ઉડે, થોર માંથી ઓછું ઉડે, થોરને ક્યા પાણી જોઈએ પણ રજકો લંઘાય જાય.
ટૂંકમાં જેટલું ઉડે તેટલું પાણી આપવું પડે, વધુ નહિ કે થોડું નહિ, આ ફક્ત ડ્રીપ દ્વારા શક્ય બને.
આ વાસ્પિકરણના આકડા તમારા નજીકના વેધર સ્ટેશન દા.ત. તરઘડીયાથી મળી શકે. બાષ્પીભવન રેઈટના આધારે ક્રોપ ફેક્ટરની આ વાત છે.
ઇઝરાયેલ અને આપણામાં આટલો ફેર છે તે ખેતી વિજ્ઞાનને સમજીને નિયમ આધારિત ખેતી કરે છે