મરચીમાં ટપકાનો આ રોગ ઝેન્થોમોનાસ રોગકારક બેક્ટેરિયાને લીધે થાય છે.
જેમ વાયરસ કે ફૂગ થી રોગ લાગે તેમ બેક્ટેરિયા થી પણ રોગ લાગે , બેક્ટેરિયા ફૂગ કરતા નાનું હોય , બેક્ટેરિયાને જીવાણું પણ કહેવાય તેને લીધે સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે. રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે, ફળ ઉપર બળિયા ટપકા જેવા ટપકા પડે , આ મુજબ ના લક્ષણો ધરાવતા રોગને બેક્ટેરીયલ સ્પોટ કહેવાય છે. જયાં સતત ભેજ રહે ત્યાં બેક્ટેરિયા લાગે , ફુગને સમજવા એક દાખલો લઈએ આપણા ચામડાના બુટ ભીંજાય ગયા પછી છાંયડામાં સુકવ્યા છે , બે ચાર દિવસમાં શું થશે ? બુટ ઉપર સફેદ કલરની ફૂગ લાગશે , ફૂગ ને વિકાસ પામતા સમય લાગે, ફૂગ નુકશાનકારક અને ઉપયોગી બંને પ્રકારની હોય , ટ્રાઈકોડરમાં વિરિડી , માયકોરાયઝા વગેરે ખેતી ઉપયોગી ફૂગ છે .
દા.ત. ૧૪ કલાક મરચીના પાન , વરસાદ કે ઝાકળના લીધે ભીના ને ભીના રહ્યા તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો ચેપ મરચીને લાગશે. જે મરચીમાં પાનના ટપકાનો રોગ લાવશે. બેક્ટેરિયલ પાનના ટપકાનો રોગ માટે સમયસર પગલાં લેવા ખુબ અગત્યના છે પણ આપણે મરચીના પાનને ચેપ લાગ્યા પછી જયારે પાન 15 દિવસ પછી ખરે ત્યારે દવા છાંટીએ .
આ રોગ થવાનું કારણ : ગરમ અને ભેજવાળું હવામાન
નિયંત્રણ : બેક્ટેરીયલ સ્પોટ ને અટકાવવા માટે રોપ સારો વાપરો, પાક પૂરો થયે થડીયા અને ઝડીયા કાઢી નાખો પાક નીકળી જાય એટલે ખેતર ને એમનામ ખેતર માં જાડિયા પડ્યા રેવા દેવા જોઈએ નહિ , ગ્લયફોસેટ છાંટી સંપૂર્ણ બાળી નાખો , વધુ વિગત માટે બ્લોગના હોમ માં 3 લીટી છે ત્યાં જઈ ને બેક્ટેરિયલ સ્પોટ વિષે વિગતે વાંચો અને અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત માં જોડાઈ ને બધા સમાચાર સમયસર મેળવો
સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, ત્યારે જો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા બધે ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.
બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન પોતમેળે ખરે , ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? 15 દિવસ
એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાયકલીન) અથવા
કોપર + એલીએટ (ફોઝેટાઈલ) નો ઘાટો સ્પ્રે કરવો.