આપણને ખબર છે ખુબ વરસાદથી જ્યાં પાણી ભરાય રહેતું હોય તેવી જમીનમાં કપાસ હોઈ કે મરચી કે પછી મગફળી કોઈ પણ પાક નબળો પડી જાય , કેમ ? ચાલો વિજ્ઞાન ને સમજીયે
જમીન માંથી જમીનનો ઓક્સિજન બહાર નીકળી ગયો, નીચેના મુળિયા સતત પાણીમાં રહેવાથી કામ કરતા બંધ થયા, ઉપરના મુળિયાને થોડી થોડી ભેજ અને હવા મળતી હતી તેથી ઉપર ઉપર ના તંતુ મૂળ વધ્યા , જોજો આવા મૂળ તમને જમીન ની ઉપર ની સપાટી પર પણ દેખાશે, સમજાયું તમને
યાદ રાખજો , આવા તંતુ મૂળ ને લીધે છોડ ટકી રહ્યો હતો તડકો પડ્યો એટલે ઉપરની જમીન સુકી થઇ ત્યાંથી મૂળને જે પોષણ મળતું હતું તે બંધ થયું,
શું થશે ?
ઉપરના તંતુ મૂળ થી છોડ જીવતો હતો ત્યાં ભેજ ચાલ્યો ગયો અને પણ નીચે તો ભેજ બહુ છે તેથી ત્યાંથી તો મરચી ના મૂળ ખોરાક લઇ સકતા નથી, નીચેના મૂળ તો કામ કરતા નથી કારણ કે ઊંડો ભેજ પુષ્કળ છે,
ઉપરના મૂળને જરૂરીયાત મુજબનો ભેજ આપો , આવું ફક્ત ડ્રિપ વાળા ખેડૂત કરી શકે .જે ખુલ્લા પાણીથી શક્ય નથી. આને ટેકનીકલ ઈરીગેશન કહે છે. અડધો કલાક ડ્રીપ થી પાણી આપો. પાલર પાણી ઉતારતા નહિ નહીંતર શું થશે ખબર છે ?
આજે સમજાય છે ટપક ની કિંમત ,
છોડને બચાવી રાખો જો મોટું પિયત આપશો કે વધુ વરસાદ પડશે તો ફાયટોપ્થોરા લાગી જશે.
સોસીઅલ મીડિયા પાર વગર ના ગ્રુપ છે, આપણા ગ્રુપ ની વૈજ્ઞાનિક માહિતી તમને ગમતી હોઈ તો બીજા નું પણ ભલું થાય તેવું કરજો , સારું મળે તેને એકલું નહિ ખાતા , જીતો ને જિતાડો -
બીજા ની ખેતી પણ સારી ખેતી થશે તો તમને ભાવ નહિ મળે તે વાત ને મન માંથી કાઢી નાખજો
ક્વોલિટી બનાવો
🌿
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ