આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ
મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે.
પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે સેન્દ્રીયતત્વો નો વપરાસ વધારો,
પૂરું સડેલું કમ્પોસ્ટ વાપરવું , નહિ કે કાચુ .
પાળા ઉપર મરચીની ખેતી કરો
દવાની વાત કરીએ તો વરસાદ પછી અને સમયે સમયે આ રોગ માટે થડ પાસે મૂળ પ્રદેશમાં ડ્રેન્ચિંગ કરવું આવશ્યક હતું .
મેલોડી ડુઓ (ઇપ્રોવાલીકાર્બ + પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/પંપ અથવા
પ્રોલીફર (ફોસેટાઈલ+ ફ્લુઓપીકોસાઈડ) ૩૦ ગ્રામ/પંપ અથવા
ઇક્વેકશન પ્રો. (ફેમોક્ષાડોન + સાયમોક્ષાનીલ) ૨૫ ગ્રામ/પંપ
નું ડ્રેન્ચિંગ કરવું.
છોડ ને પાણી ઓછું વારંવાર આપો
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ

સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે.
રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે. ફળ ઉપર પણ ડાઘા પડતા જેવા મળે છે. ફળ પરના આ ટપકા ખરબચડા હોય છે.

વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલે કે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
આપણે મરચીના પાકમાં પોષણ ન્યુટ્રીશન - છોડની તંદુરસ્તી - મૂળની તંદુરસ્તી - છોડની પ્રતિકાર શક્તિ કે સાચું ખાતર અને સૂક્ષ્મતત્વોની જરૂરિયાત સાથે જમીનના પી એચ પર ધ્યાનજ નથી આપતા પછી કહીયે છીએ કે ઉત્પાદન નથી મળતું .ગોળ નાખો એટલું ગળ્યું થાય . જો આના પર ધ્યાન આપીયે અને સાથે સાથે છોડની આસપાસના હવામાનના વિપરીત આઘાત સામે પણ છોડ ટક્કર જીલે અને પ્રતિકારક રહે તેવું કરીયે તો એક એક છોડ ભરપૂર ફાલ આપી સુંડલા ભરી દે .
જો આ રસી મુકીયે તો આપણા દવાના સ્પ્રે જ ઘટી જાય, દવાના સ્પ્રે ઘટે તો આપનો ખર્ચ પણ ઘટી જાય અને મિત્રો જો ખર્ચ ઘટે તોજ નફો વધે.
આ નવી શોધ એટલે PSAP અથવા પોટેશિયમ મોલેક્યુલ કેવી રીતે કામ કરે તો તેનો જવાબ છે મરચીના પાન પહોળા અને ઘાટ લીલા જોવા મળે, છોડમાં નવો વિકાસ અને જુસ્સો જોવા મળે , ફૂટ અને ફાલની સંખ્યા વધે,મરચાનો ઉતારો વધે ફળનું વજન વધે,છોડ પ્રતિકારક અને મજબૂત બને, છોડ વાતાવરણીય આઘાતો સામે લડે એટલે વાયરસ કે કુક્ડ વાળા છોડ પણ નવી ફૂટ કાઢે .
સ્પ્રે ઘટે તો ખર્ચ બચે ને ખર્ચ બચે તો નફો વધે
PSAP નો અખતરો એક વીઘા માં કરીને જુવો , ચાલો એક વીઘા માં નહિ અર્ધો વિઘો PSAP ને આપો ને દર 20 દિવસે PSAP નો સ્પ્રે કરો અને પછી જુવો કે શું બદલાવ આવે છે ? તમારા ખર્ચાળ દવાના કેટલા સ્પ્રે ઘટે છે ? રોગ જીવાત કેટલા ઓછા આવે છે ?
જોજો એમ નહિ માની લેતા કે PSAP કુક્ડને કે જીવાતને મારે છે ? ના , તે રોગ જીવાત કે કુક્ડની દવા નથી તે તો છોડનું નવીન પ્રકારનું પોષણ છે - છોડની સંરક્ષણ રસી છે
PSAP એટલે = પોટેશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ ,
વધુ વિગત માટે કુરિયર થી મંગાવવા માટે 9825229766
મૂળ પ્રશ્ન વિચારોને , મરચીની ખેતીમાં સારા નીતાર વાળી જમીન જોઈએ તેવું કેમ નથી વિચારતા ? સેન્દ્રીય તત્વોનું ઉમેરણ વાળી જમીનમાં મરચી કરો અને સપાટ જમીનમાં મરચી કરવા ને બદલે પાળા ઉપર ખેતી કરો.
હવે તમારો જવાબ સતત વરસાદ પડે એટલે જો તમારી જમીન હાર્ડપાન કઠણ હોય તો પાણી ઉતરશે નહિ, પાલર પાણી થી કોઈને ફાયદો થયો હશે પણ શું થયું હશે તે તો સમજો.
વધુ વરસાદથી નીચેના મુળિયા કામ કરતા બંધ થયા અથવા વધુ પાણીને લીધે ખતમ થઇ ગયા છોડ ઉપરના તંતુમૂળને વધુ ફેલાવશે. તમે જોજો વધુ વરસાદ પછી ૧૦-૧૫ દિવસે જમીન ઉપર પાતળા મુળિયા દેખાય હવે આ મુળિયા સાવ ઓછું પાણી લઇ શકે તમે જો સાવ હળવું પિયત આપો તો ફાયદો નહિતર છોડ મરી જાય. ડ્રીપ વાળાને આવા વખતે બહુ મોટો લાભ થાય કારણ કે તે ધાર્યું પાણી આપી શકે.
પાલરપાણી નહિ પાળા કરવા અને તેમાં મરચી વાવવી તે તમારો ઉકેલ છે.
|
|
|
મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય ,
બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં વાત થયા મુજબ આપણી ખેતી પદ્ધતિને લીધે ગોંડલ વિસ્તારમાં હવે ફાયટોપથોરા દેખાવા મંડશે , હવે બધા કહેશે કે પ્રવીણભાઈ સાચું તમે કહેતા હતા તે તાપમાને આ રોગ ગોંડલ વિસ્તાર માં જોયા મળ્યો , આ રોગ થી બચવા બદલાવવું જરૂરી છે ,
બીજું કે જો છોડ નબળો રહે પણ લીલો રહે અને સુકાય નહી,
જો આવું થતું હોય તો તમે પાળા ઉપર મરચી કરવાને બદલે સપાટ પાણી ભરાય તેવા ક્યારામાં મરચી વાવતા હોય તો તમારે મરચી માં ફાયટોપ્થોરા રૂટરોટ નામનો સુકારો હોય તો પણ આવું થાય,
આ રોગ ગોંડલ વિસ્તારનો વારંવાર એકજ જમીનમાં મરચી વાવતા ખેડૂતોને જોવા મળે છે જ્યાં મરચી ની ખેતી પાળા પર થતી નથી ત્યાં ખાસ થાય છે આવતા વર્ષે મરચી વાળા માં મરચી કરવી નહિ
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ

પ્રશ્ન છે : પાન નો ટપકાં નો રોગ માટે કઈ દવા છંટકાવ કરવો?
જો વરસાદ સતત મરચીના છોડને ભીના રાખે છે સતત વરસાદ થી જેની મરચી 12 થી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી ખરશે ?
મરચી માં આ પરિસ્થિતી થી વાતાવરણ ના બેક્ટેરિયા પાન પર લાગશે , મરચી ના પાન ઉપર ટપક પડશે આને બેક્ટેરિયલ લિફ્ સ્પોટ કહે છે , ટપકા મોટા થશે , કોઈ કાળજીના લીધી તો 15 દિવસ પછી પાન ખરશે , ત્યારે તમે દવા લેવા દોડસો તો તમે 15 દિવસ મોડા છો એટલું યાદ રાખજો
શું કરવાનું ?
જો ૧૪ કલાક છોડ ભીના રહ્યા અને ઉઘાડ નીકળ્યો કે તરતજ સ્ટ્રેપ્ટોસાયક્લીન + કોપર છાંટી દયો.
ફરી ૨ - દિવસ પછી સતત ૧૪ કલાક પાન ભીના રહ્યા તો ફરી છાંટો
11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી.
આવું ધ્યાન નહિ રાખો તો મરચાનો પાક માં 2 રોગ લાગવા ના એક પાન ના ટપકાં અને બીજો મરચા જયારે લાલ થશે ત્યારે લાલ મરચાનો અન્થ્રેકનોઝ રોગ આવશે ત્યારે તમે 125 રૂપિયા નો પંપ થાય તેવી દવાના છંટકાવ કરસો તોય કાઈ ફેર નહિ પડે તો પછી અત્યારે ચોમાસુ વરસાદમાં ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા સતત 14 કલાક ભીના રહ્યા પછી ઉઘાડ નીકળતા તેટલી વાર છાંટો
છંટકાવ કરતા રહો મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..
ઉઘાડ નીકળે એટલે પહેલું કામ આ કરજો

વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રિશુલ એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
પી એસ એ પી ખાતર ના લીધે મરચીના પાન પહોળા અને છોડ માં નવો વિકાસ જોવા મળે
પી એસ એ પી ખાતર ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ જાય
પી એસ એ પી ખાતર ના લીધે છોડ માં ફૂટ અને ફાલ ની સંખ્યા વધે છે
પી એસ એ પી ખાતર થી લીલા મરચા નો ઉતારો વધે કારણકે ફળ નું વજન વધે
પી એસ એ પી ખાતર થી રોગ જીવાત મારે નહિ પણ છોડ ની પ્રતિકારશક્તિ વધે , છોડ મજબૂત બને
પી એસ એ પી ખાતર થી છોડ વાતાવરણીય આઘાતો સામે લાડવા સક્ષમ બને તેથી છોડ વધુ ઉપજ આપે
પી એસ એ પી ખાતર વાયરસ કે કુક્ડની દવા નથી પણ સામે લડવાની શક્તિ મળે એટલે છોડ નવી ફૂટ કાઢે .
પીએસએપી PSAP ખાતર એક નવા પ્રકારનું ખાતર છે , વધુ વિગત માટે
મંગાવવા માટે ફોન કરો રાજકોટ
9825229766 પટેલ એગ્રો સીડ્સ
|
|
|
મરચીમાં ટપકાનો આ રોગ ઝેન્થોમોનાસ રોગકારક બેક્ટેરિયાને લીધે થાય છે.
જેમ વાયરસ કે ફૂગ થી રોગ લાગે તેમ બેક્ટેરિયા થી પણ રોગ લાગે , બેક્ટેરિયા ફૂગ કરતા નાનું હોય , બેક્ટેરિયાને જીવાણું પણ કહેવાય તેને લીધે સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે. રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે, ફળ ઉપર બળિયા ટપકા જેવા ટપકા પડે , આ મુજબ ના લક્ષણો ધરાવતા રોગને બેક્ટેરીયલ સ્પોટ કહેવાય છે. જયાં સતત ભેજ રહે ત્યાં બેક્ટેરિયા લાગે , ફુગને સમજવા એક દાખલો લઈએ આપણા ચામડાના બુટ ભીંજાય ગયા પછી છાંયડામાં સુકવ્યા છે , બે ચાર દિવસમાં શું થશે ? બુટ ઉપર સફેદ કલરની ફૂગ લાગશે , ફૂગ ને વિકાસ પામતા સમય લાગે, ફૂગ નુકશાનકારક અને ઉપયોગી બંને પ્રકારની હોય , ટ્રાઈકોડરમાં વિરિડી , માયકોરાયઝા વગેરે ખેતી ઉપયોગી ફૂગ છે .
દા.ત. ૧૪ કલાક મરચીના પાન , વરસાદ કે ઝાકળના લીધે ભીના ને ભીના રહ્યા તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો ચેપ મરચીને લાગશે. જે મરચીમાં પાનના ટપકાનો રોગ લાવશે. બેક્ટેરિયલ પાનના ટપકાનો રોગ માટે સમયસર પગલાં લેવા ખુબ અગત્યના છે પણ આપણે મરચીના પાનને ચેપ લાગ્યા પછી જયારે પાન 15 દિવસ પછી ખરે ત્યારે દવા છાંટીએ .
આ રોગ થવાનું કારણ : ગરમ અને ભેજવાળું હવામાન
નિયંત્રણ : બેક્ટેરીયલ સ્પોટ ને અટકાવવા માટે રોપ સારો વાપરો, પાક પૂરો થયે થડીયા અને ઝડીયા કાઢી નાખો પાક નીકળી જાય એટલે ખેતર ને એમનામ ખેતર માં જાડિયા પડ્યા રેવા દેવા જોઈએ નહિ , ગ્લયફોસેટ છાંટી સંપૂર્ણ બાળી નાખો , વધુ વિગત માટે બ્લોગના હોમ માં 3 લીટી છે ત્યાં જઈ ને બેક્ટેરિયલ સ્પોટ વિષે વિગતે વાંચો અને અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત માં જોડાઈ ને બધા સમાચાર સમયસર મેળવો
સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, ત્યારે જો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા બધે ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.
બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન પોતમેળે ખરે , ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? 15 દિવસ
એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાયકલીન) અથવા
કોપર + એલીએટ (ફોઝેટાઈલ) નો ઘાટો સ્પ્રે કરવો.
સપાટ ક્યારામાં મરચી વાવી હોય, પાણી ભરાયા હોય
વખતો વખત વાતાવરણમાં ૯૫ ટકા ૧૦૦ ભેજને લીધે હવામાન ભેજવાળું રહ્યું હોય
ખેતરની માટી ચીકણી હોય,
વરસાદ વખતે છોડ પવનના લીધે ડગડગ થયો હોય,
વરસાદ પડતો હોઈ ત્યારે છોડ જો બાંધ્યાના હોય તો થડ ડગ ડગ થવાથી થડપાસે આઈસક્રીમના કોન જેવો ખાડો પડ્યો હોય, તેમાં પાછા પાણી ભરાય હોય ત્યારે નિતાર વગરની જમીન અને થડ પાસે ફૂગ લાગે,
તાપમાન ૨૦ સે.ગ્રે.થી ૪ડિગ્રી વધુ અથવા ૪ ડિગ્રી ઓછું તાપમાન હોય ત્યારે પ્રકોપ દેખાય , આવા સમયે મરચીમાં ફાલ પણ પૂરતો લાગ્યો હોય છે ,
આવું થાય ત્યારે ફાયટોપ્થોરા લાગે છે છોડ ડગે નહીં તે માટે ચોમાસામાંજ દરેક ચાસ માં દર ૫ ફૂટના અંતરે લાકડા બાંધી તેની સાથે દોરી ખેંચી લ્યો ને દોરી સાથે છોડ ને સપોર્ટ આપો જમીન અને થડ પાસે કોન આકાર પડવાજ ના દ્યો , કોન થાય તો પાણી ભરાય ને ત્યાં ફૂગ લાગે એવું થાય જ નહિ તેવું કરો
જો તમારે આ સુકારો દેખાતો હોઈ તો આપણી ચેનલ ખેતરની વાત માં બતાવ્યા મુજબના ફુગનાશકના છંટકાવ અને ડ્રેનચિંગ બંને કરો
સ્ટેકીંગ એટલેકે મરચીનો ટેકો આપવો ફાયદા કારક છે
આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.
















Photo courtesy : google Image