મારી મરચીમાં પાન પીળા નથી થયા પણ છોડનો વિકાસ સાવ અટકી ગયો છે. છોડ ઉપાડીને જોયું તો મૂળ માં અસંખ્ય ગાંઠો છે તો આ શું હશે ?
















મૂળમાં થતી આવી ગાંઠોના લક્ષણો નેમેટોડના લક્ષણો છે.

મૂળમાં ગાંઠો ગાંઠો થઇ જાય છે ,

આ આપણી જમીનમાં બીજે થી આવી જાય છે
દા .ત . નજરે ના દેખાય તેવી કૃમિ ઘણી વાર નર્સરી માંથી રોપા દ્વારા આપણી જમીનમાં આવી જાય છે,

તમારી જમીનમાં રૂટનોટ નેમેટોડ આવી ગઈ હોય તો તમારે જમીનજન્ય આ નરી આંખે દેખાય નહિ તેવી કૃમિ - નેમેટોડને મારવા દવાનો ઉપયોગ કરવો પડશે ,
હવે તમારી ખેતી માં ખર્ચ વધશે
નિયમિત લીંબોળી નો ખોળ વાપરવો પડશે ,
એરંડા ખોળ આપવો પડશે ,
જમીન નું ફ્યુમીગેશન કરવું પડશે ,
ગલગોટા ઉગાડીને જમીન માં દબાવવા પડશે

તેમ છતાં તેનો સંપૂર્ણ નાબૂદ કરવું ખુબ મુશ્કેલ છે તેથી આપણે આપણી ખેતી પદ્ધતિ માં બહાર થી આવતું કોઈ પણ મટેરીઅલ ખેતર માં પ્રવેશબંધી અથવા કાળજી લેવી પડશે

બીજાના ખેતર માંથી પાણી આવવું , ખેતર માં વાહનો નો પ્રવેશ , ખેતર માં બીજા કોઈ વ્યક્તિ ના ચપ્પલ સાથે આવતા નિંદામણ કે બીજા રોગ માટે , તમને ખબર હશે કે ગ્રીન હાઉસ માં પ્રવેશ કરો ત્યારે તમારે ફોર્માલ્ડિહાઇડ ના દ્રાવણ માં પગ બોલોને પ્રવેશ કરવાનો હોઈ છે




0 comments