મરચીના એન્થ્રેકનોઝ નામના લાલ મરચા બગાડતો રોગનો ચેપ ક્યારે લાગે ? દવા ક્યારે છાંટવાની હોય ?


મરચીનો એન્થ્રેકનોઝ નામના રોગ નો ચેપ પાણી અને હવાથી ફેલાય છે.
વરસાદી વાતાવરણ અને ઝાકળ થી આ રોગ લાગવાની શક્યતા છે 
દા .ત . લીલા મરચા લાગ્યા છે જોરદાર વરસાદ છે સતત ૧૨ કલાક સુધી છોડ ભીનાને ભીના રહ્યા છે તો અથવા ઝાકળથી ભીના રહ્યા તો 

ત્યારે આ રોગનો ચેપ મરચીના ફળમાં લાગે છે. આપણે ક્યારે દવા છાંટીએ જયારે લાલ મરચા પર ધાબુ દેખાય ત્યારે દવા ક્યારે છાંટવાની જરૂર હતી જયારે તમારી મરચી વરસાદ કે ઝાકળથી ૧૨ કલાક સુધી સતત ભીની રહે ત્યારે ઉઘાડ નીકળતા તરત જ દવા છાંટવાની હતી. જ્યારે જયારે તમારા ખેતર ની મરચી ૧૨ કલાક સુધી ભીની રહ્યા હોય તો ઉઘાડ નીકળે છે જો આવું થોડા દિવસ પછી ફરી બને તો ફરીવાર ઉઘાડ નીકળે ત્યારે દવા છાંટી દેશો તો તમારા મરચા માં એન્થ્રેકનોઝ ઓછો આવશે. 
બીજી વાત દા .ત . શિયાળો આવશે ત્યારે જો સાંજે 8 વાગ્યાથી મેઘરવો આવ્યો અને સવારે 8 વાગ્યા સુધી તમારી સિમ માં રહ્યો તો......તો પણ તમારે તરતજ ફુગનાશક ના સ્પ્રે કરવા પડશે 

વધુ વિગત માટે બ્લોગ માં અન્થ્રેકનોસ સર્ચ કરી બધું એક પછી એક વાંચો તેમાં દવા પણ લખી છે 
0 comments