લાલ મરચાની ખેતીનો રોગ એન્થ્રેકનોઝ








એન્થ્રેક્નોઝ એટલે કે રાઈપરોટ એટલે કે લાલ મરચાનો રોગ

એન્થ્રેક્નોઝ એ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વાલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે.
આ રોગ કોલેટોટ્રીકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન , ફળ અને ડાળીમાં જોવા મળે છે.
ફુગના ચેપનું ટપકું વધીને સમય જતા સર્કલ આકારે મોટું ધાબુ બને છે. આ રોગ પાણી અને હવાથી ફેલાય છે. આની શરૂઆત જમીનમાં પડેલા રોગકારક થી થાય છે.

રોગકારક લાગે છે ક્યારે ? અને દેખાય છે ક્યારે ?


પહેલા ચિત્રમાં તમને દેખાય છે તે લાલ મરચા ઉપર પડેલા ગોળાકાર રીંગ ડાઘ અન્થ્રેકનોઝ રોગનો છે.
બીજા ચિત્રમાં એન્થ્રેકનોઝ નું જીવન ચક્ર જુવો, રોગકારકના સ્પોર જમીન ઉપર પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા તે પાન કે ડાળી ઉપર કે પછી મરચા ઉપર લાગશે ,રોગકારક છોડ પર લાગે પછી થોડા દિવસો પછી ડાઘ પડે છે , ડાઘ પડ્યો તે દેખાય ત્યાં સુધીમાં બહુ વાર થઇ જાય છે અને પાકને નુકશાન થઇ જાય છે . ફળ ઉપર ટપકા પડે છે તે જતે દહાડે ગોળાકાર રીંગનો ડાઘ પાડે છે. જો બગડેલા ફળોને વીણીને નાશ કરી દેવામાં આવે તો તેનો ફેલાવો ઓછો કરી શકાય છે.

એન્થ્રેક્નોઝનો ચેપ ક્યારે લાગે ?
જો વાતાવરણમાં હવામાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે તેવા સતત વરસાદી વાતાવરણમાં મરચીના ઉભા પાકમાં આ રોગ લાગે છે . ટૂંકમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માં આ રોગ વકરે છે. રોગના લક્ષણો મોડા દેખાય છે ઘણી વખત તમને મરચું લાલ થાય ત્યારે દેખાય છે. એટલે કે આપણે નિયંત્રણ માટે ખુબ મોડા પડીયે છીએ


પાણી પહેલા પાળ બાંધવા શું કરવું ?

યાદ રાખો હવે જો સતત વરસાદી વાતાવરણ રહ્યું હોય અને જો 12 થી 14 કલાક છોડ વરસાદથી કે ઝાકળ થી ભીના રહ્યા તો બીજે દિવસે સામાન્ય ફુગનાશક છાંટી દયો તો મરચીની તેજી નો લાભ મળે નહીંતર બધું ફોર્વર્ડમાં જાય. વરસાદ પૂરો થયો અને ફરી ૨ - ૫ દિવસ પછી સતત 12-14 કલાક મરચીના પાન ભીના રહ્યા તો ફરી ફુગનાશક છાંટો 11 કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન રાખો તો મરચીમાં આ રોગ લાગવાની શક્યતા ઘટી જાય નહીંતર મોંઘામા મોંઘી દવાના છંટકાવ કરશો તોય કાઈ ફેર નહિ પડે તો પછી આખું ચોમાસુ અને શિયાળો રોજ ધ્યાન રાખો , જેટલી વાર પાંદડા 12 કલાકથી વધારે સતત ભીના રહ્યા તો છાંટો . મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો જ અટકાવી શકશો..


બઝારમાં મળતી નવી દવાઓ :

નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા
એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા
કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ અથવા

ડાયફેનકાઝોલ + એઝોસ્ટ્રોબીન 20 પ્રતિ પંપ અથવા 

થાયો ફેનેટ મિથાઇલ 25 ગ્રામ પ્રતિ પમ્પ










0 comments