બેક્ટેરિયા અને ફૂગ આ બંનેમાં શું ફેર હોય છે ?

Understanding Leaf Spots In Peppers - Seminis











ફૂગ અને બેક્ટેરિયા બંને જુદા છે બેક્ટેરિયાને જીવાણું પણ કહેવાય.બેક્ટેરિયાને મારવા બેક્ટેરિસાઇડ અને ફુગને મારવા ફંજીસાઈડ જોઈએ .

ફૂગ કરતા બેક્ટેરિયા નાનું હોય છે જ્યાં સતત ભેજ રહે ત્યાં બેક્ટેરિયા લાગે.

દા.ત. 12 કલાક સતત મરચીના પાન કે મરચા વરસાદ કે ઝાકળના લીધે ભીનાને ભીના રહ્યા તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો ચેપ મરચીને લાગશે. જે મરચીમાં પાનના ટપકાનો રોગ લાવશે. ચેપ લાગ્યા પછી પાનના ટપકાનો રોગ માટે સમયસર પગલાં લેવા ખુબ અગત્યના છે પણ આપણે મરચીના પાનને ચેપ લાગ્યા પછી જયારે પાન 15 દિવસ પછી આપમેળે ખરે પાટલામાં પાંદડા ખરેલા જોઈએ ત્યારે દવા છાંટવા દોડીએ.ક્યારે દવા ની જરૂર હતી ? વિચારો .

ફુગને સમજવા એક દાખલો લઈએ આપણા ચામડાના બુટ ભીંજાય ગયા તો છાંયડામાં સુકવ્યા છે , બે ચાર દિવસમાં શું થશે ? બુટ ઉપર સફેદ કલરની ફૂગ લાગશે , ફૂગને વિકાસ પામતા સમય લાગે , શિયાળામાં આવતી સફેદ ફૂગ ભુકીછારો રોગ લાવે છે , આ બે ચાર દિવસમાં આપણી મરચીને નુક્શાન કરવાનું શરુ કરે તે પહેલાં જાગવું પડે ભાઈ.
ફૂગ નુકશાનકારક અને ઉપયોગી બંને પ્રકારની હોય  , ટ્રાઇકોડરમાં  વિરિડી , માયકોરાયઝા વગેરે ખેતીની ઉપયોગી ફૂગ છે, પીથીયમ , ફાઇટોપથોરા વગેરે ફૂગ દ્વારા સુકારો આવે છે .





0 comments