મરચીનો પાક વધુ ગરમી અને વધુ ઠંડી સહન કરી શકતો નથી તેને હુંફાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે 20 થી 28° સે તાપમાનમાં મરચીનો પાક સારો થાય છે,
મરચી માં બીજના ઉગવા સમયે જરૂરી તાપમાન :
સારા ઉગવા માટે મિનિમમ 13 સે.ગ્રેડ અને મહત્તમ 40 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન જોઈએ પણ સૌથી સારા ઉગવા માટે 20-25 સે.ગ્રેડ અનુકૂળ હવામાન ગણાય છે, તો રોપ ક્યારે નખાય ? પછી કહેતાં નહીં કે રોપ ઉજ્જર્યો નહિ ?
મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે જરૂરી તાપમાન :
મરચીના સારા વાનસ્પતિક વિકાસ માટે મિનિમમ 15 સે.ગ્રેડ અને મહત્તમ 32 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી સારા વાનસ્પતિક વિકાસ માટે દિવસ નું તાપમાન 20-25 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 16-18 સે.ગ્રેડ તાપમાન આ વિકાસના તબક્કા માં જોઈએ , આ દિવસ અને રાત્રી ના તાપમાન ને બરાબર પારખી લેજો , ખુબ અગત્ય ની આ વાત ધ્યાને લેજો
મરચી માં ફૂલો વધુ લાવવા અને ફળો વધારે બેસવા માટે ક્યુ તાપમાન અનુકૂળ:
ખુબજ અગત્યનો તબક્કો એટલે ફૂલ ફળ નો તબક્કો , આ તબક્કા માં મિનિમમ 18 સે.ગ્રેડ અને મહત્તમ 35 સે.ગ્રેડ વચ્ચે નું તાપમાન મરચીને જોઈએ , સૌથી વધુ ફુલ અને ફળો બેસવા માટે દિવસ નું તાપમાન 26-28 સે.ગ્રેડ અને રાત્રી નું તાપમાન 18-20 સે.ગ્રેડ અનુકૂળ હોઈ છે , મરચી વધુ ફૂલે ફાલેને બધા ફૂલ ટકી રહે અને ફળ વધુ લાગે તે માટે આવું તાપમાન જોઈએ ,
રોજ રોજ તાપમાન તમારા વાડી ના થર્મોમીટર માં જોતા રહો અને ડાયરી માં નોંધો , તમારી વાડીયે એક નાનું ટેબલ વસાવો અને વાડીયે તમારી ઓફિસ બનાવો , તો તમનેજ સમજાશે કે ક્યારે કઈ દવાની જરૂર નથી , ગૂગલ વેધરને તમારો દોસ્ત બનાવીને રોજ રોજ ડેટા લેતા રહોને તમારી ડાયરી માં નોંધ કરી તમારા પાક ના બદલાવ પણ નોંધો , એક 300 રૂપિયાનું થર્મોમીટર તમારો હજારોનો ખર્ચ બચાવશે.દા .ત. ઘણી વખત હવામાન ફૂલ ટકવા માટેનું જ નથીને તમે ફાલ ખરણ અટકાવવાની દવાનો નકામો ખર્ચ કરો છો .
0 comments