આપણે ખેતી ને ધંધો સમજીયે છીએ અને ખેતી માંથી પૈસા કેમ કમાવા તે વિચારીયે છીએ
તમે ખેતી માંથી પૈસા કમાવ તે અગત્ય ની વસ્તુ છે અને પૈસા કમાવાની જવાબદારી આપણી પોતાની છે એટલે ખેતી માટે સારું શું છે તે જાણવું ? ખેતી માં શું કરવા થી વધુ પૈસા કમાઈ શકાય ? જે જાણવાની જવાબદારી પણ આપણી છે .
ઘણીવાર માહિતીના અભાવના કારણે આપણ ને જોઈએ તેટલી સફળતા અને પૈસા મળતા નથી,
એવું ના બને એટલા માટે આ બ્લોગ દ્વારા તમને માહિતી આપવાનો અમારો આ પ્રયાશ છે , બીજા કૃષિ મિત્રોની જેમ તમે પણ સ્માર્ટ કૃષિ મિત્ર બનીને તેનો ઉપયોગ કરી શકો છો ને તમારી ખેતી ની આવક વધારી શકો છો .
ખેતી માં ઘણી પ્રતિકૂળતાતો છે જ પણ આપણે વિજ્ઞાનને સમજીને તે બધા માંથી રસ્તો કાઢવાનો છે , આપણા છોડ તમે ઉત્પાદન આપવા તૈયાર છે પરંતુ આપણે છોડ ને પ્રતિકૂળતા ( સ્ટ્રેસ ) માંથી અનુકૂળતા કરી આપવાની છે .
એક વાત તમને કહું આપણે જંતુનાશક અને બિયારણ પર જેટલું ધ્યાન આપ્યું તેટલું ધ્યાન આપણે છોડની અનુકૂળતા , જમીન ની તંદુરસ્તી , જરૂરી સપ્રમાણ ખોરાક આપવાની વાત પર. સાવ ઓછું ધ્યાન આપીયે છીએ , સાચું કે નહિ ?
આજની ખેતી ટેલિગ્રામ ચેનલ દ્વારા અમે તમારા સુધી મરચી ,કપાસ અને બાગાયત પાકો ની અસરકારક માહિતી પહોંચાડવા નું ધ્યેય લીધું છે , તમે પણ વાંચો અને તમારા મિત્ર ને પણ અમારી ટેલિગ્રામ ખેતી ની ચેનલ આજની ખેતી માં જોડો
ચાલો જીતો ને જિતાડો ધ્યેય સાથે આપણે ખેતી ની આવક વધારવા એક બીજા ને મદદ કરી આપણી ખેતી નું ઉત્પાદન વધારીએ ,
અમારી એક વિનંતી છે કે જો તમને આ માહિતી સારી લાગે અને તમે અમારો આભાર વ્યક્ત કરવાં માંગતા હોતો એટલું કરજો કે તમારા ખાસ બે મિત્રો ને ટેલિગ્રામ ની ચેનલ આજની ખેતી માં જોડજો તેજ અમારો આભાર છે કારણ કે ખેતી ની માહિતી ના લાભ આપણે આપણા પૂરતા નથી રાખવા વહેંચવાં છે
0 comments