વાયરસ : ગયા વર્ષે આપણને મરચાના ભાવ સારા કેમ મળ્યા ? માલ અને પુરવઠોના આધારે પરપ્રાંતમાં શું થયું હતું ?મરચીના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે ગયા વર્ષે મરચીની ખેતી માં ચુરડા-મુરડા બહુ આવ્યો અને અમારું ઉત્પાદન ૫૦ ટકા થઇ ગયું. આ કયો રોગ છે?  સફેદમાખી , થ્રીપ્સ અને માઈટસ થી ફેલાતો આ લીફ કર્લ વાયરસ ને તે લોકો ચુરડા-મુરડા કહે છે. આપણે પણ કૂકડનું ધ્યાન રાખવાનું છે. પરપ્રાંતમાં ઓછું  ઉત્પાદન આપણને ગયા વર્ષે વધુ ભાવ અપાવી ગયું પણ આ વર્ષે  આપણામાં કૂકડ ન આવે તે માટે શું કરવું તે માટે વાંચતા રહો https://aajnikheti.blogspot.com/ બીજું કે આ વર્ષે મરચી નું વાવેતર મોટા પાયે થયું છે એટલે જયારે માલ બજાર માં આવશે ત્યારે એ- વન માલ ને સારા ભાવ મળશે અને જેને ડાઘી વાળો માલ હશે એને ફોરવર્ડ માં સાવ નીચા ભાવે ખપશે તેવું આજે વાવેતર જોતા લાગે છે , બાકી તો સમય જ કહેશે


1 comments