મરચીમાં આવતા કુકુબર મોઝેક વાયરસ (CMV)ના લક્ષણો મરચી ઉપર કેવા દેખાય ? નિયંત્રણ શક્ય છે ?



સીએમવી વાયરસ એફીડ એટલે કે મોલો દ્વારા એક છોડ માંથી બીજા છોડમાં ફેલાય છે. મરચીના પાકમાં મોલોનું અસરકારક નિયંત્રણ કરવું.

મરચીના પાન અંદરની તરફ વળે છે, પાનની સાઈઝ નાની રહી જાય છે, મરચા નાના અને કઢંગા થઈ જાય છે. ફળ અડધા પડધા પાકી જાય છે. છોડ સાવ વિકાસ ઓછો કરે છે ને ઉપરના પાન અવિકસિત અને અંદર તરફ કુક્ડાઈ જાય છે.

મરચીની ફરતે અને વચ્ચે વચ્ચે મકાઈ કે જુવારનો ટ્રેપ ક્રોપ વાવવો, રોગ લાગેલ છોડ ઉપાડી બાળી નાખવો,


મોલોના અસરકારક નિયંત્રણ માટે

ઈમીડાક્લોપ્રીડ + એસીફેટનું મિશ્રણ અથવા પ્રોફેનોફોસ ૨૫ મિલી/પંપનો વારાફરતી છંટકાવ કરવો.




0 comments