
મરચીની ખેતીમાં રોગ આવે છે તેનો ઉકેલ દવા નથી પરંતુ ખેતી પદ્ધતિ જેટલી સુધારો તેટલી મરચી સારી થાય.
મરચીનો રોપ એટલે તંદુરસ્ત ધરું તૈયાર કરવું ખુબ કાળજી માંગી લે તેવું કાર્ય છે તમે જયા રોપ કરવાના હો તે જગ્યા રોગ કારક અને નિંદામણ અને જમીનજન્ય ફૂગ થી મુક્ત જોઈએ .
ગયા વર્ષે મરચી હોય તો પડામાં મરચીનો રોપ ન કરાય, રીંગણા, મરચા કે કપાસ વાવ્યો હોય ત્યાં મરચીનો રોપ ન કરાય, જ્યાં રોપ કરવો છે ત્યાં ૬ ઇંચનું ઘઉં નું કુવળ નાખી સળગાવો ને જમીનને તપાવો , ઠંડી પાડવા દયો, ગાદી ક્યારા બનાવો, ઇન્સેક્ટનેટ મંગાવી રાખો, સારું બીજ પસંદ કરો . ગાદી ક્યારામાં છુટું છુટું બીજ રોપો ને ઝારાથી કે ચાળણી વડે પાણી પાવ , ગાદીકયારાને નિક બનાવી પાણી આપો જેથી ગાદીકયારો રીજી રીજીને પીવે , રોપને ખપેડી થી બચાવો, જરૂર પડે તો ગ્રીન નેટ થી છાંયો કરો , નિયમિત રીડોમિલનું ડ્રેન્ચિંગ કરો,રોપ ઉપર પાણી છાંટતા નહિ, ઇન્સેક્ટ નેટ થી રોપની જગ્યા ઢાંકો જેથી ચુસીયા જીવાત થી રોપને બચાવી શકાય .શક્ય હોય તો પ્રો ટ્રે માં કોકોપીટ , માટી અને વર્મીકમ્પોસ્ટ દ્વારા રોપ તૈયાર કરો અથવા સારામાં સારું બીજ જાતે ખરીદીને સર્ટિફાઈડ નર્સરી વાળાને પોતાનું બીજ આપીને પોતાનો રોપ ઇન્સેક્ટ નેટમાં બનાવડાવો

વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા વધુ હોવાથી ટ્રેક્ટરનો ટ્રાફિક બંધ કરવા અથવા તો કંટ્રોલ અથવા તો ઓછું કરવાની આ પદ્ધતિ આજે ભારતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં પ્રચલિત થતી જાય છે. હા આવી પદ્ધતિમાં ડ્રીપ અને મલ્ચીંગનો પ્રયોગ આવશ્યક છે.
આ પધ્ધતિમાં પાળામાં જ મુળિયા રહેતા હોવાથી ખાતર પણ સીધું ત્યાં આપીને ખાતરની બચત થાય છે. રોગો ઓછા લાગે છે, કેટલાય ખર્ચ બચી જાય છે. તમને થશે તો પછી એક પાક પૂરો થઈ પછી શું કરવાનું ? , બે પાંચ વર્ષ પાળા એમ ને એમ રેવા દેવા ના , જરૂર પડે તો પણ વચ્ચે સબસોઇલર નામનું એક દાંતી વાળું સાધન ચલાવવાનું જેથી નીચેનું હાડપાન કડક હોય તો ખેડવાનું જેથી ટામેટા કે રીંગણાં જેવા પાક મૂળ વધુ ઊંડે સુધી જઈ શકે .
વિચાર કરો આ પદધતિ ને લીધે જેટલી જમીન ઉપયોગી છે એટલુંજ આપણે વાપરીએને ખાતર પણ ખુબ બચે છે , તો કરો શરૂઆત પ્રયોગ કરી ખર્ચ બચાવી નફો વધારો , આવી નવી નવી ખેતી પદ્ઘતિ જાણવા ને બીજાને જણાવવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ ખોલતા રહેજો , વિનામુલ્યની આ વાતો બીજાને પણ શેર કરજો , જીતો અને જીતાડો


કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી ,
રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને જમીનને સ્ટરીલાયઝ કરતા પરંતુ હવે નવી પદ્ધતિ આવી છે તેમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા ગાદી ક્યારા ની જગ્યાને રોગમુક્ત કરવા માટે બઝારમાં ૩૦ થી ૫૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક મળે છે તે જ્યાં રોપ કરવાનો હોય ત્યાં ઉનાળાની ગરમીમાં ઢાંકી દેવાનું .
સામાન્ય રીતે વાતાવરણની ગરમી ૪૫o સે હોય ત્યારે જમીનનું તાપમાન ૫૫ સે. થાય પણ આ પ્લાસ્ટિક પાથરેલું હોય તો જમીનનું તાપમાન ૬૫ સે. થઇ જાય તેના લીધે જમીનની અંદર રહેલા નિદામણના બીજ, ફૂગ, રોગ, કીટકના કોશેટા, નીમેટોડ બધું જ આટલી ગરમીમાં રોપ ની જગ્યાએ નાબૂદ , રોપ પૂરતી જગ્યા માટે આવું પ્લાસ્ટિક ખરીદી લો, આને સોઇલ સોલારાઈઝેશન કહે છે ,
છે ને સુરજદાદાની મદદ લેવાનો અજબ નુસખો. દરેક ખેડૂતે આ જરૂર આપનાવવા જેવું છે , પ્લાસ્ટિક કાઢી લીધા પછી બીજા દિવસે આ જગ્યાએ એની એજ માટીમાંથી ગાદી ક્યારો કરી ત્યાં રોપ નાખવાનો અને બીજ ઉગે કે તરત ઇન્સેક્ટ નેટ થી રોપને ઢાંકી દેવાનો , છે ને રોપણી સંપૂર્ણ સુરક્ષા કરવાનો અજબ નુસખો .

મહિકો કંપનીની તેજા-૪ અને તેજસ્વીની નામની બે મરચીની એફ વન જાત એક્સપોર્ટના વેપારીમાં ખુબ વખણાય છે . આ પાતળી અને તીખી મરચીનું બીજ મળે ત્યાં સુધી ખેડૂતો આ જાત વાવેતર કરવાનો આગ્રહ રાખે છે, કેમ ? .
મરચીની આ નવી શોધ છે
મહિકોની આ મરચીમાં વિશેષ ગુણ છે. દા.ત. તેજા-૪ માં ૬૫,૦૦૦ થી ૭૦,૦૦૦ SHV તીખાશ અને ૩૮ થી ૪૦ % કલર વેલ્યુ છે. જ્યારે તેજસ્વીનીમાં ૭૦,૦૦૦ થી ૭૫,૦૦૦ SHV તીખાશ અને ૪૦ થી ૪૨ %કલર વેલ્યુ છે.
એક્સપોર્ટ થતી મરચીમાં આ બે જાતોની ગણના થાય છે તેથી સાઉથના ખેડૂતોને આ મરચીના ઉંચા દામ મળે છે . આ મરચીમાં રોગ જીવાત પણ ઓછા આવે છે. ગુજરાતમાં આ મરચીનું વાવેતર વધવાની શક્યતા છે કારણકે મરચીના એક્સ્પોરટરને વધુ સારી ક્વાલિટી જોઈએ છે જે ગુજરાતના ખેડૂતો આપી શકે છે .
મહિકોની મરચી 456 આજે રાજકોટ જિલ્લામાં સારી પ્રચલિત થઇ છે તમારી નજીકમાં ક્યાં મળશે તે જાણવા 9825229766

એક ખેડૂત મિત્ર કહે છે કે આજની ખેતી બ્લોગ મરચીનો એન્સાઇક્લોપીડિયા છે તે વાત એટલી સાચી નથી કારણ કે હજુ તો ગયા વર્ષ કરતા પણ મરચીની ખેતીમાં વધુ આવક કેમ થાય તે વિચારવું છે અને ખેડૂતમિત્રોને વિના મુલ્યે માહિતી આપી આ વર્ષની મરચીની ખેતી બદલી નાખવી છે
ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ વર્ષે મરચીની ખેતી કેમ કરવી તે માહિતી હવે પછી તમે મારા બ્લોગમાં વાંચશો
તમને તમારા દરેક પ્રશ્નનો જવાબ મળી રહે એવું કરીશું ....
તમારા બીજા મિત્રો ને પણ જણાવો કે આપણા બ્લોગ આજની ખેતી માં કેવી રીતે જોડાઈ જવું જેથી આ વર્ષની ખેતી માટે અત્યારથી બદલાવ લાવી શકાય 9825229966
આ રહ્યા તેના પગલાં
તમને ટેલિગ્રામ ખેતરની વાત તો ખાલી મારી પોસ્ટ મુકાયાની જાણ કરે છે
તમે ટેલિગ્રામમાં ક્લિક કરો છો એટલે મારો બ્લોગ ખુલે છે આ બ્લોગ ખુલ્યા પછી તેમાં next શબ્દ લખેલ છે તેમાં આગળ વધશો એટલે વિવિધ પોસ્ટ તમને વાંચવા મળશે
જેમ ખેતર માં આંટો મારો છો તેમ મારા બ્લોગની વિઝિટ પણ રોજ કરો
આપણો આશય મરચીની ખેતી માહિતી થી સમૃદ્ધ બનાવવાનો છે ,
પોતે જ સક્ષમ અને જાણકાર બનો તો કોઈની સાડીબાર નહિ
એક વખત એવો આવશે કે અમારી સલાહની પણ તમને જરૂર નહિ પડે ,
ચાલો આ વર્ષની મરચીની ખેતી માટે અત્યારથી આજની ખેતી બ્લોગ માં જોડાઈ જઇયે
આજેજ ટેલિગ્રામ ચેનલ ખેતરની વાત માં જોડાવ 9825229966
પ્રવીણ પટેલ
|
|
|
શું તમે આ વર્ષે મરચીની ખેતી કરી છે ?
આજેજ જોડાઈ જાવ આજની ખેતી ટેલિગ્રામ
રોજ મરચીની માહિતી વાંચો
www.krushivigyan.com
કૃષિ વિજ્ઞાન મેગેઝીન
મરચી બીજ પસંદગી વિશેષાંક
ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝીન
હવે વેબસાઈટ , ફેસબુક પેજ , ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર
☝
યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી, ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા .
કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે સૂત્ર કૃમિ નામની મૂળમાં થતી નરી આંખે ન દેખાતી અને છોડમાં મૂળમાં રહી ખોરાક લઇ લેતી અને ગાંઠો કરતી અને છોડને વધવા ન દેતી જીવાતે ખેતી પૂરી કરી નાખી,
બોલો ખેડૂતને પૂછતા જાણવા મળ્યું કે આ કૃમી તેને રોપ સાથે આવી અને ખેતરની પથારી ફરી ગઈ !
આજે 🌿મરચી ઉગાડનાર ખેડૂતો પણ રોપ જે તે નર્સરી પાસેથી સસ્તાના લોભે લાવે છે પણ સીધા ચોપી દે છે. સાવચેતી રૂપે તમારે મૂળને જંતુનાશકના દ્રાવણ માં બોળી બોળીને ફરજીયાત વાવેતર કરવું પડશે . આજ થી નક્કી કરો કોઈ રોપ કે છોડને પોતાના ખેતર માં પ્રવેશ કરતા પહેલા માવજત કરી ને વાવેતર કરવું ફરજીયાત છે .
આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા એક નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો....
જો સૂત્રકૃમિ આવી તો આ જીવાતનું નિયંત્રણ ખુબ જ ખર્ચાળ અને અશક્ય છે વર્ષો સુધી વાવેતર બંધ કરો તો અટકે અથવા જમીનને ફ્યુમીગેશન દ્વારા સ્ટરીલાયઝ કરવાની તૈયારી રાખજો વધુ વિગતો વાંચવા માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો
|
|
|

મરચીના પાક માં ક્યારે ફૂલ આવે?
ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ?
મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે ,
સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે વીણી લીલા વેચીને છોડને વિકાસ કરવાની તક આપવી જોઈએ ,
બઝાર માં મળતી અમુક જાતો લાંબા સમય સુધી ફળ આપતી રહે છે , જાતના ગુણધર્મો પ્રમાણે છોડના વિકાસના તબક્કા અંદાજે આવા હોય,
દા ત એક જાત ફેરરોપણી પછી : ફેરરોપણીના દિવસને પહેલો દિવસ ગણો તો 25 દિવસ સુધી વાનસ્પતિક વિકાસ કરે , 35 દિવસે ફુલ આવે , 45 દિવસે ફ્રૂટ સેટિંગ થાય , 70 દિવસે પહેલી વીણી મળે , અને અંદાજે જાત પ્રમાણે થોડો થોડો ફેરફાર હોય , મરચી ફેરરોપણી થી 240 દિવસ ઉભી રહે,
મરચીને બીજ માં રહેલા ગુણધર્મો પ્રમાણે ઉપજ આપવા પોષક તત્વો ભરપૂર માત્રા માં જોઈએ , એન પી કે ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની જરૂરિયાત છે ,
આ ઉપરાંત તમારા જમીનના પૃથ્થકરણ પ્રમાણે સલ્ફર , બોરોન, ઝીંક અને મેન્ગેનીઝ પણ સૂક્ષ્મ માત્રા માં આપવું પડે તો મણિકા થાય ,
ધાર્યું ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત માટે ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વાંચતા અને વંચાવતા રહો

Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
નિષ્ણાંતનું માર્ગદર્શન
રોગ
POPULAR POSTS
Powered by Blogger.















Photo courtesy : google Image