જમીનમાં ફોસ્ફરસ પૂરતો બતાવે છે મરચીની ખેતીમાં ફોસ્ફરસ વાપરવો જરૂર છે ?

જમીન ની ચકાસણી લેબમાં થાય છે લેબોરેટરી કન્ડિશનમાં તમારી જમીનના કણો સાથે ચોટી ગયેલ ફોસ્ફરસ ચકાસણી પરિણામમાં આવે છે પરંતુ તે ઘણી વાર લભ્ય થતો નથી તેથી આપવો જોઈએ બીજું કે . મરચીમાં  એન.પી.કે ઉપરાંત મેગ્નેશિયમની આવશ્યકતા હોય છે, શુક્ષ્મ તત્વો પણ ઓછી માત્રામાં આપવા જરૂરી છે, ટૂંકમાં જેટલું ઉત્પાદન લેવા માંગો છો તેને ત્રિરાશી માંડીને જરૂરી ખાતર સમયે-સમયે આપવું જરૂરી છે જો ડ્રીપ હોય તો તમારી જમીનનો અને પાણી નો પૃથ્થકરણ રિપોર્ટ કરાવો , કઈ જાત નું વાવેતર કરવા ના છો ? અને ડ્રિપ પદ્ધતિ લગાડેલ છે કે કેમ ? , તમારે લીલા વેચવા છે કે સૂકા કરવા છે તે પણ વિચારો  , સારું ઉત્પાદન લેવા  ફર્ટીગેશન પ્રોગ્રામ કૃષિ નિષ્ણાત અથવા ડ્રિપ કંપની પાસે તૈયાર કરવો , તમારો વધુ કઈ પ્રશ્ન હોઈ તો  બ્લોગ માં પૂછો 
0 comments