મરચીની સફેદમાખી ના નિયંત્રણ માટે કઈ નવી દવા બઝારમાં આવી છે ?
ChiLCV ચીલી લીફ કર્લ વાઈરસ એ મરચી ઉગાડનાર ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તેનું નિયંત્રણ કરવા માટે જંતુ દવા દ્વારા સફેદ માખીનું નિયંત્રણ સતત કરવું તે ખૂબ મહત્વનું છે

બીજના ઉગવાથી શરૂ કરી રોપ કરો ત્યારે રોપ ની નર્સરી ઉપર 40 થી 50 મેશ ની ઇન્સેક્ટ નેટ અથવા તો ગ્રો કવર લગાડો , સફેદમાખી આ વાઇરસ ફેલાવ્યા કરે છે એમાંય જેના રોપમાં સફેદમાખી આવી તેને કુકડ આવ્યો જ સમજો

આ કૂકડ પાંદડાની નસો પીળી પાડે છે પાન ઉપરની તરફ કુકડાઈને વાટકા જેવા થઇ જાય છે અથવા તો પાનની કિનારી વળી જાય છે

મરચીના ઉપરના પાન ઝુમર જેવા થઇ જાય છે છોડનો વિકાસ અટકી જાય છે વેપારીઓને સમજાતું નથી કે શું કરવું ? તેથી એક નહીં બે નહીં પાંચ પાંચ દવાનું મિશ્રણ છાંટવાની ભલામણ કરે છે ઘણા તો જીબ્રેલીક એસિડનો સ્પ્રે કરાવે છે

પણ સાચું શું ?


સાચું છે સફેદ માખીનું પહેલાથી નિયંત્રણ મરચીમા ફરતે જુવાર/મકાઈના ચાસ કરો અને વચ્ચે વચ્ચે જુવાર/મકાઈના ચાસ કરો અને તેમાં નિયમિત દવા છંટકાવ કરો.

સફેદ માખીના નિયંત્રણ માટે અસરકારક પગલા લ્યો

તમારા ખેતર માં પીળા સ્ટીકી ટ્રેપ -ક્રોપ ગાર્ડ લગાડો 10 પ્રતિ એકર - 9825229766લાનો (પાયરોપ્રોક્સિફેન) અથવા

પેગાસસ (ડાયફેન્થુંરોન )૧૫ ગ્રામ / પંપ અથવા 

ઓબેરોન (સ્પાયરોમેસીફેન) ૨૫ મિલી/પંપ અથવા

સીવેન્ટો પ્રાઈમ (ફ્લુપાઈરાડીફ્યુરોન ) ૨૫ મિલી/ પંપ અથવા

ડેનીટોલ ( ફેનપ્રોપેથ્રિન ) 8 મિલી /પંપ અથવા


વારાફરતી ઉપયોગ કરવા.0 comments