મરચીમાં સુકારો આવે છે તે કઈ ફૂગ કે બેક્ટેરિયા દ્વારા લાગે ? શું બધા સુકારા સરખા હોય ?


તમારો પ્રશ્ન ખુબ જ સારો છે અભિનંદન,
ખેતીના રસ ધરાવતા તમારા જેવા ખેડૂતો ઓછા હોય છે. આ પ્રશ્ન મરચી વાવો તે પહેલા કરવો જોઈએ

તમારી વાત સાચી છે મરચીમાં સુકારાનો રોગ જ રીતે લાગી શકે ફાયટોપ્થોરા સુકારો, ફ્યુઝેરીયમ વિલ્ટ, વર્સીટીસીલીયમ વિલ્ટ, બેક્ટેરિયલ વિલ્ટ ( આ ઉપરાંત ઘણી વખત નેમેટોડના લીધે છોડ સુકાય જાય છે.)

આ સુક્વાની મુશ્કેલી એ છે કે આ ચારેય સુકારામાં નિષ્ણાંત પણ ભૂલ ખાય જાય તેવા એક સરખા લક્ષણો જોવા મળે

જેમ કે બધામાં છોડ મરચીના છોડના થડ બ્રાઉન (ભૂખરા કલર)નું થાય છે.

બેક્ટેરિયાથી થતા સુકારામાં બેક્ટેરિયાનો સ્ત્રાવ દેખાય છે.


સુકારો ન આવે માટે પહેલેથી જ ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફૂગ્નાશકો સેન્દ્રિય ખાતરો સાથે આપવા જોઈએ. રોગ લાગે ત્યારે નહિ, અત્યારે પણ મોનિટર નું ડ્રેનચિંગ કરી દ્યો ,

દર 10 દિવસે પી એસ એ પી ખાતર 150 ગ્રામ પ્રતિ પમ્પ આપવાનું શરુ રાખો ,

આમતો વાવણી પહેલા જ ખેત પદ્ધતિમાં ફેરફાર કરી વહેલીથી આયોજન કરવું પડશે તો મરચીની ખેતી થશે.
400 x 90

0 comments