*અમારા એગ્રો વાળા મને મરચી ઉગવાથી શરૂ કરી અંત સુધી દર વખતે સલ્ફર પાવડર પંપમાં નાખવાનું કહે છે એનું એમ કહેવું છે કે ભૂકીછારો રોગના લીધે પાંદડા ખરશે નહીં, તો આ વાત સાચી છે

The History of Chapstick and Carmex: Popular Lip Balmsમારું તમને બધાને આ જ કહેવાનું છે કે જ્ઞાન મેળવો.  આવું આપણે કેવી રીતે કરી શકીએ?  ખર્ચ થાય અને ફાયદો કંઈ નહીં , ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે તે ખુદ ને ખબર હોય તો આવું ન કરીયે , 

આ તો પેલા બાળ ડોક્ટર જેવું થયું બાળક બોલતું નથી, તેથી ડોક્ટર તાવની, પેટમાં દુખાવાની અને પાચનની ૩ સીરપ લખી આપે એક તો ફાયદો કરશે ને ! એલાં ભાઈ બાળકને નુકસાન થાય ઈ  નહીં જોવાનું ?

ભૂકીછારો ક્યારે આવે ?નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં તો આવતો જ નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય,  હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો અથવા મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ અને હાથ શિયાળાના સૂકા હવામાનથી  ફાટે ત્યારે ભુકીછારાનો સમય છે .  બોલો સમજાયું, યાદ રાખજો

0 comments