મરચીના પાકમાં આવતા દબાણ -સ્ટ્રેસ ની વાત વધુ સારી રીતે સમજાવશો પ્રવીણ ભાઈ ?


Farmers urged to drain out excess water from fields - The Hindu




આ અગાવ પણ વાત કરી હતી ફરી વિગતવાર જોઈએ

જેમ મનુષ્ય આસપાસના આઘાત પ્રત્યાઘાતના લીધે તણાવમાં સ્ટ્રેસમાં જીવતો હોય છે.

તેવી જ રીતે મરચીનો છોડ પણ બે પ્રકારના આઘાત-તણાવ-સ્ટ્રેસમાં રહેતો હોય છે.

એક છે નિર્જીવ કારણ બીજું છે સજીવ કારણ

એટલે કે છોડ ઉપર જૈવિક અને અજૈવિક દબાણ આવે છે.
અજૈવિક દબાણમાં
  • વધુ પડતી ઠંડી અથવા વધુ પડતો વરસાદ
  • જમીનની ખારાશ
  • અપૂરતું પિયત અથવા વધુ પડતું પિયત
  • વધુ પડતી ગરમી
  • કેમિકલ ઇન્જરી (વધુ પડતા ખાતરો અને ખોટી દવા )
  • માનવ દ્વારા ઇન્જરી- તૂટેલી ડાળી માંથી રોગ નો ચેપ લાગવો

જૈવિક દબાણમાં
  • જીવંત રોગકારકો જેવા કે
  • ફૂગ
  • વાયરસ
  • બેક્ટેરિયા
  • નીમેટોડ
  • જીવાત
આપણે આપણી મરચીમાં જે જંતુનાશક ખોટી અને વધુ તીવ્રતા વાળી છાંટીએ
અથવા ક્લોરીન યુક્ત ઉપરથી છાંટવાના સસ્તા ખાતરો નાખીએ
તેના લીધે પાંદડા ઉપર સ્કોર્ચિંગ થાય છે લીટા પડે છે પણ તે આપણને દેખાતા નથી.

છોડ બોલતો નથી અને આપણને ઉપજ માં મોટું નુકશાન થાય છે. આ બધા છોડના દબાણ છે તેથી છોડ સ્ટ્રેસમાંથી બહાર આવતો નથી પછી જીવન ટકાવવાની મથામણમાંથી બહાર આવે તો વધુ ઉત્પાદન આપેને.

મરચી ને સ્ટ્રેશ અને દબાણો થી બચાવવા પી એસ એ પી ખાતર નો 150 ગ્રામ પ્રતિ પમ્પ દર દશ દિવસે છંટકાવ કરો વધુ વિગત માટે 9825229766


0 comments