50 મણ મરચીના ખોખા પકાવવા એટલે શું ? ફર્ટિગેશન -4





આજે આપણે ભાવ નથી મળતા એમ કહીયે તેનું કારણ શું ? કારણકે વીઘાદીઠ આપણી ઉત્પાદકતા ઓછી છે ,

હું એક રૂપિયો ખેતીમાં નાખુંને મને દોઢું મળે તો ખેતી નો વેપાર સાચો ! ( ખર્ચ ઓછો કરવો એ પણ એક નફોજ છે )

આપણી ખેતી માં એવા કેટલાય પરિબળ છે કે તેના પર આપણો કોઈ કાબુ નથી એટલે, આપણે શું કર્યું ખબર છે ?

જેના પર આપણો કાબુ છે તેના ઉપર પણ વિશ્વાશ ઓછો કરી ને કોઈ ના ભરોસે ખેતી કરીયે ,
ભાગીયા ના ભરોશે , પાડોશી થોડો અભ્યાશું હોઈતો તે શું કરે છે તેના ઉપર ધ્યાન રાખી ને
કે પછી દવા ના વેપારી જેમ કહે તેમ માનીને ,

હું ખુદ કેમ જાણકાર બનું ? રોજ ખેતર માં આંટો મારુ , પોતે જયારે જાણકાર બનવાની તાલાવેલી માં આવશે ત્યારે ખેતી સાચી અને નફાકારક થશે,

આપણા અમુક મિત્રો મરચીની ખેતી કેવી બેનમૂન કરે છે , આજે આખા વિશ્વમાં કોઈ પણ ધંધો હોઈ તેમાં વધુ શીખવા લોકો કોર્ષ કરે ,
સેમિનારમાં જાય ,
ફી ભરીને શીખવા જાય પણ આપણે
ફી દઈને મળતું હોઈ ત્યાં જઇયે નહિ,
મફતનું શું મળે ? તેજ વિચાર બોલો


આપણા કાબુમાં શું છે? આપણા કાબુમાં છે કે પાકની અવસ્થા મુજબ શું કરવું અને શું આપવું તેનું સતત રોજ ધ્યાન આપવું પડે ,

દા ત દુનિયાના કોઈપણ પાક ધાર્યું ઉત્પાદન મેળવવા કેટલું ખાતર તત્વોના રૂપમાં ખાતર જમીનમાંથી કેટલું ઉપાડે તેને ક્રોપ રિમૂવલ ડેટા કહેવાય ,


તમારી જમીન ની ફળદ્રુપતા અને નકામાં તત્વોની હાજરીની માહિતીના આધારે તેમાં વધઘટ કરીને તમારા પાકનો ફેર્ટીગેશન પ્રોગ્રામ બની શકે , જો તમારે ડ્રિપ થી પાણી અપાતું હોઈ તો !

તો તો આપણને ઉત્પાદન ની ચાવી મળી ગઈ. જો મારે ૧૦ ટન ઉત્પાદન લેવું હોય તો ક્રોપ રિમૂવલ આંકડાને દસ ગુણીને પાક અવસ્થા પ્રમાણે જરૂરી પોષક તત્વો આપવાના આનું નામ ધાર્યું ઉત્પાદન લેવાની એક ચાવી.ના સાવ એટલું સહેલું નથી એગ્રોનોમીસ્ટ ની મદદ લેવી પડે ભલેને ઈ એકર દીઠ ફી લે


આવી તો મરચાની ખેતી માં ઘણી ચાવી છે બધી મળી જાય તો !!
પણ આપણને ચાવી ક્યાં જોઈએ છે ?
ચાવી આપનાર પર શંકા
આજેજ મને કોઈ એ કીધું કે પ્રવીણભાઈ તમે આટલું સરસ માહિતી આપી ને મદદ કરો છો તમને શું મળે ?

મેં કીધું આનંદ અને બીજાને નફો મળ્યાની ખુશી



વાંચતા રહો ટેલિગ્રામ ની પ્રખ્યાત ચેનલ ખેતરની વાત બીજાને જોડવાનું ભૂલતા નહિ


0 comments