પિયત : બાષ્પીભવન એટલે શું ? મરચીને કેટલું પાણી કયારે કેટલું આપવું ?


બહુ સારો સવાલ

એક દાખલા સાથે સમજીએ આપણું ખેતર ખુલ્લા આકાશ નીચે છે જ્યાં સુરજ ની ગરમી છે, પવનની ઝડપ છે, આપણા છોડ જીવંત છે તેનું શ્વસન છે આમ વરસાદ થી પડેલું પાણી હોય કે વાતાવરણમાં રહેલો ભેજ કે આપણે આપેલું પાણી, તાપમાન, પવનના લીધે કે છોડના શ્વસન (રેસ્પીરેશન) ને લીધે જેટલું ઉડે તે આંક ને બાષ્પીભવન આંક કહે છે.


દા.ત. વરસાદ નથી તમે એક થાળીમાં ૧ લીટર પાણી ૨૪ કલાક સુધી મુકો તો પાણી ઘટે કે એમને એમ રહે ?

આ જે ઘટાડો ૨૪ કલાકમાં થાય તે મીલીમીટરમાં માપવામાં આવે છે. આ એવી જ રીતે છોડમાંથી પણ પાણી ઉડે તેને ઇવોપોટ્રાન્સ્પિરેશન કહેવાય.

જેમ ઘાટું વાવેતર તેમ વધુ બાષ્પીકરણ થાય , પાનની ચીકાશ, જાડાઈ પણ તેના ઉપર અસર કરે , ૧ એકર રજકામાંથી વધુ પાણી ઉડે, થોર માંથી ઓછું ઉડે, થોરને ક્યા પાણી જોઈએ પણ રજકો લંઘાય જાય.


ટૂંકમાં જેટલું ઉડે તેટલું પાણી આપવું પડે, વધુ નહિ કે થોડું નહિ, આ ફક્ત ડ્રીપ દ્વારા શક્ય બને.

આ વાસ્પિકરણના આકડા તમારા નજીકના વેધર સ્ટેશન દા.ત. તરઘડીયાથી મળી શકે. બાષ્પીભવન રેઈટના આધારે ક્રોપ ફેક્ટરની આ વાત છે.

ઇઝરાયેલ અને આપણામાં આટલો ફેર છે તે ખેતી વિજ્ઞાનને સમજીને નિયમ આધારિત ખેતી કરે છે
આપણે રાત્રે મોટર ચાલુ કરી તે કરી



0 comments